તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:પિતાની સારવાર માટે રૂપિયા આપવા ના પાડતા મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટી પર હુમલો

કોસંબા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હથુરણ ગામની ઘટનામાં 2 ભાઇઓ સામે ફરિયાદ

માંગરોળ તાલુકાના હથુરણ ગામે આવેલા ગામના મેડિકલ ટ્રસ્ટ માંથી જરૂરિયાત મંદોને દવા માટે રૂપિયા આપવામાં આવતા હોય પોતાના પિતા માટે એક વાર રૂપિયાની મદદ લઇ ચૂકેલા બે ભાઈઓએ પિતાની સારવાર માટે વધુ રૂપિયાની જરૂરત હોય, મેડિકલ ટ્રસ્ટ દ્વારા માંગણી મુજબ રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા બે ભાઇઓએ ટ્રષ્ટિ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

માંગરોળ તાલુકાના હથુરણ ગામે હથુરણ મેડિકલ ટ્રસ્ટ નામની સંસ્થામાં ગામમાં જે લોકો બીમાર પડ્યા હોય અને તેમની આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા લોકોને તેઓ આર્થિક મદદ કરે છે. 20 દિવસ પહેલા સોયબ હનીફ અને ઉસ્માન કડવાના પિતાજી બીમાર પડ્યા હોય તેમણે મેડિકલ ટ્રસ્ટમાંથી કુલ ૨૯ હજાર રૂપિયા જેટલી રકમ તેમના પિતાજી ની દવા અને હોસ્પિટલ ખર્ચ પેટે લીધા હતા. જે તેમણે 26 તારીખના રોજ પરત ચૂકવી દીધા હતા.

તારીખ 5 જૂનના રોજ નવેક વાગ્યાના સુમારે આ બંને ટ્રસ્ટની ઓફિસે ફરી એકવાર પોતાના પિતાજીના દવાદારૂ ના ખર્ચા માટે આવ્યા હતા, અને આ વખતે તેમણે પોતાના પિતાજીની દવાના ખર્ચ માટે એક મોટી રકમની માગણી કરી હતી પરંતુ ટ્રસ્ટ પાસે આટલી મોટી રકમની જોગવાઇ ન હોય તેમણે આટલી મોટી રકમ આપવાની ના પાડી દીધી હતી જેથી ઉશ્કેરાયેલા બન્ને ભાઈઓએ ટ્રસ્ટી હારૂનભાઇ મોહમ્મદભાઈ ખુલ્લાને મારવાનું શરૂ કરી દીધું હતું જેમણે આજુબાજુવાળા લોકોએ આવીને બચાવી લીધા હતા પરંતુ આ બંને ભાઈઓએ પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય ટ્રસ્ટના પ્રમુખ ઈમ્તિયાઝ કોલીયા દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...