છેતરપિંડી:કલામંદિર જ્વેલર્સની 4 બ્રાંચમાં ગઠિયાઓ સોનાના 22 નકલી બિસ્કિટ પધરાવી ગયા

કોસંબા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલામંદિરમાંંથી પકડાયેલા આરોપીઓ - Divya Bhaskar
કલામંદિરમાંંથી પકડાયેલા આરોપીઓ
  • સેલવાસના બે ઠગની સુરત, વાપી, ભરૂચ, કોસંબાના શો રૂમમાં કરામત
  • 23 નવેમ્બરે ફરી સુરતની બ્રાંચમાં આવતા રંગે હાથ ઝડપાયા

દક્ષિણ ગુજરાતમાં પ્રતિષ્ઠિત કલામંદિર જ્વેલર્સની સુરત સહિતની 4 બ્રાંચમાં બે ગઠિયાએ 1 માસમાં પિત્તળની ઉપર સોનાના ઢોળ ચઢાવેલી બિસ્કીટ વેચી બદલામાં અસલી સોનાના દાગીના લઈ 15 લાખની ઠગાઈ કરી છે. કોસંબાના કલામંદિર જ્વેલર્સના મેનેજર અનિલ પ્રજાપતિએ કોસંબા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, 8 નવેમ્બરે કોસંબાના કલામંદિરમાં ગોટુ ગુર્જર અને કિશનલાલ ગુર્જર(રહે.સેલવાસ) 4 સોનાની બિસ્કીટ લઈને આવ્યા હતાં.

આ નકલી બિસ્કિટના બદલામાં સોનાના દાગીનાની ખરીદી કરી હતી. આ જ એમઓથી કલામંદિર જ્વેલર્સની ભરૂચ, વાપી અને સુરતની બ્રાંચમાં પણ અલગ અલગ સમયે નકલી સોનાના બિસ્કિટ પધરાવી તેના બદલામાં અસલી સોનાના દાગીના ખરીદ્યા હતાં. બિસ્કિટની કલામંદિર જ્વેલર્સની સુરત ઓફિસમાં ચકાસણી થતાં બિસ્કિટ નકલી હોવાનું ખુલ્યું હતું. જેથી તમામ બ્રાંચને ચેતવા સૂચના આપી સીસીટીવીમાં કેદ થયેલા બંને ગઠિયાના ફોટા બ્રાંચ મેનેજરને આપ્યા હતાં.

23 નવે.એ બે ગઠિયા સુરત કલામંદિરમાં 4 બિસ્કિટ લઈને વેચવા ગયા હતાં. જ્યાં બંનેને ઓળખી પકડી લેવાયા હતાં. તેમણે કલામંદિરની જ્વેલર્સની અલગ અલગ બ્રાંચમાં 1 માસમાં 225થી 250 ગ્રામ વજનની 22 નકલી બિસ્કીટ વેચી હોવાની કબૂલાત કરી હતી. જેથી ચારેય વિસ્તારના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

કારીગરોએ કહ્યું ત્યારે નકલી બિસ્કિટની ખબર પડી
કોસંબા, વાપી, ભરૂચના શો રૂમ પર ખરીદાયેલી સોનાની બિસ્કીટ સુરત મેઈન ઓફિસે લવાઈ છે. આ બિસ્કીટો પૈકી કેટલીક કારીગરોને ઘરેણા બનાવવા મોકલી હતી. જે નકલી હોવાનું કારીગરોએ કહેતા જે બ્રાંચમાં આ બિસ્કિટો ખરીદવામાં આવી તે બ્રાંચને જાણ કરતાં આ બે ઠગ વાપી, સુરત, કોસંબા અને ભરૂચની બ્રાંચમાં બિસ્કીટો વેચી ગયાનું ખુલ્યું હતું. જેથી દરેક બ્રાંચના સીસીટીવીમાંથી 2 ગઠિયાના ફોટા મેળવી સ્ટાફને આપ્યા હતાં. 23મી નવે.એ ગઠિયા ફરી આવ્યાને ઝડપાઈ ગયા હતાં. > શરદ શાહ, માલિક, કલામંદિર જ્વેલર્સ

અન્ય સમાચારો પણ છે...