તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:માંગરોળ મોટી પારડીના સરપંચને 3 સંતાન છતાં હોદ્દા પરથી દૂર ન કરતાં તર્કવિતર્ક

કોસંબા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દબાણવશ કાર્યવાહી થતી ન હોવાનો આક્ષેપ

માંગરોળ તાલુકાના મોટી પારડી ગામના સરપંચના ઘરે ત્રીજુ સંતાન અવતરતા ગામના જાગૃત નાગરિક દ્વારા સરપંચને હોદ્દા પરથી દૂર કરવાની તાલુકા વિકાસ અધિકારીને માંગ કરી છે. અરજી કર્યાને 3 મહિના બાદ પણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ ન કરતાં માંગરોળ તાલુકા વિકાસ અધિકારી સામે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે.

માંગરોળ તાલુકાના મોટી પારડી ગામના સરપંચ કીરપાલભાઈ રામુભાઈ વસાવાના ઘરે પહેલેથી જ બે પુત્રીઓ હતી, જ્યારે સરપંચની ચૂંટણી બાદ સરપંચના હોદ્દા પર આરૂઢ થયા બાદ 2021માં તેમના ઘરે ત્રીજી પુત્રીનો જન્મ થયો હતો.

જેથી સરકારી નિયમ મુજબ બેથી વધુ સંતાન હોય તો આવા હોદ્દાને ગેરલાયક ઠેરવી શકાય. જેથી મોટી પારડી ગામના જાગૃત નાગરિક ગિરીરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર દ્વારા આ સંદર્ભે માંગરોળ તાલુકા વિકાસ અધિકારી ને ગામના સરપંચ બેથી વધુ સંતાન ધરાવતાં હોય તેમને ગેરલાયક ઠરાવવા માટે અરજી કરી સરપંચને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. પરંતુ 6-3-2021ના ત્રણ મહિના બાદ પણ આજદિન સુધી તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચને હોદ્દા પરથી દૂર કરવા અંગેની કોઈપણ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં તાલુકા વિકાસ અધિકારીની કામગીરી સામે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યાં છે.

ત્રણેય દીકરીના જન્મની નોંધ SMCમાં
સરપંચ કિરપાલભાઈને ત્યાં 2015માં કાવ્યા નામની દીકરીનો જન્મ થયો હતો. જેની નોંધણી સુરત એસએમસીમાં કરવામાં આવી છે. ત્યારબાદ બીજી દીકરી 2017માં થયો હતો. જેની નોંધણી સુરત એસએમસીમાં દફતરે કરવામાં આવી છે. તાજેતરમાં તેમને ત્યાં ત્રીજી દીકરી દિત્યાનો જન્મ 19 જાન્યુઆરી 2021ના રોજ થયો હતો. જેની પણ નોંધણી સુરત એસએમસીમાં કરાવમાં આવી છે. તમામના જન્મના પ્રમાણપત્ર અમારા દ્વારા ફરિયાદની સાથે તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરવામાં આવ્યા છે. અરજી કર્યાના 3 મહિના બાદ પણ સરપંચને બરતફ કરવાની કોઈ પણ કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી નથી. અમને લાગે છે તે પ્રમાણે તાલુકા વિકાસ અધિકારી રાજકીય દબાણમાં કાયદાની વિરુદ્ધ જઈને કામ કરી રહ્યાં છે. > ગિરીજરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર, ફરિયાદી

અન્ય સમાચારો પણ છે...