માંગરોળ તાલુકાનું કોસંબા ગામ 1972માં ગ્રામ પંચાયત બનીને અસ્તીત્વમાં આવ્યું ત્યારથી આજદિન સુધી 50 વર્ષ પૂર્ણ થવા છતાં પણ અત્યાર સુધી સરપંચ પદે માત્ર ઉજળીયાત અને બક્ષીપંચની સીટ અનામતમાં આવી હતી. સરપંચ પદ માટે આ સીટ આદિવાસી માટે ફાળવવામાં આવી ન હોય. કોસંબા ગામના આદિવાસી નેતા કલેક્ટર અને ચૂંટણીપંચને આગામી સરપંચપદની ચૂંટણી માટે આદિવાસી અનામત બેઠક આપવાની માંગણી કરી છે.
1961માં ગુજરાત મુંબઈ સ્ટેટથી અલગ પડ્યા બાદ કોસંબા તરસાડી બે જોડિયા ગામોને નગર પંચાયત બનાવવામાં આવી હતી. 1972-73માં બંને ગામોને છૂટા પાડી બંને ગામોને અલગ અલગ ગ્રામ પંચાયતનું અસ્તિત્વ ઊભુ થયું હતું, જેમાં કોસંબા ગ્રામ પંચાયતના અસ્તિત્વ બાદ અત્યાર સુધી કોસંબા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે આદિવાસી અનામત બેઠક આપવામાં આવી નથી.
અત્યાર સુધીમાં સામાન્ય પુરુષ, સામાન્ય સ્ત્રી, બક્ષીપંચ સ્ત્રી અને બક્ષીપુરુષની સીટો સરપંચ તરીકે આવી હતી, જેથી કોસંબા ગામના આદિવાસી આગેવાન રમેશભાઈ વસાવા દ્વારા રાજ્યના ચૂંટણીપંચના મુખ્ય અધિકારી અને સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગ્રામ પંચાયતના 50 વર્ષના ઈતિહાસમાં આદિવાસી ભાઈઓને સરપંચ તરીકેનો લાભ આપવામાં આવ્યો નથી.
1947થી પંચાયતી રાજ અમલમાં આવ્યા બાદ કોસંબાના સરપંચ પદે હજુ સુધી આદિવાસી સ્રી કે પુરુષ ચૂંટણી લડીને જીત્યા ન હોય. આગામી સરપંચની ચૂંટણીમાં આદિવાસી સ્રી અથવા પુરુષને અનામત રીતે ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.