કાર્યવાહી:ધામડોદ બાયોડીઝલ પ્રકરણમાં 12 સામે ગુનો દાખલ કરાયો

કોસંબા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મશીનરી, કાચું મટીરીયલ સહિત 71 લાખનો મુદ્દામાલ સિઝ

માંગરોળ તાલુકાના ધામડોદ ગામે બાયોડીઝલ બનાવતી ફેક્ટરી પકડાય હતી, જેમાં પોલીસે કાળા ઓઈલમાંથી પ્રોસેસ કરીને કેમિકલ વાપરીને બાયોડીઝલ જેવું પ્રવાહી બનાવતા 7ની ધરપકડ કરી હતી, જ્યારે ટેમ્પો ડ્રાઇવર સમેત કારખાનું ચલાવતા ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે 71 લાખના મુદ્દામાલ સીઝ કર્યો હતો. આ પ્રકરણમાં 12 સામે ગુનો નોંધાયો છે. કોસંબાના કોન્સ્ટેબલ હેમાંશુ રશ્મિકાંતને મળેલ બાતમી આધારે માંગરોળના ધામડોદ રામદેવ હોટલની બાજુમાંથી જતા રસ્તા પર ગોડાઉનમાં બાયોડીઝલ બનાવવાનું ફેક્ટરી પર સોમવારેે છાપો મારતા ત્યાં હાજર 6 ઈસમો મશીનરી પર બાયોડીઝલ બનાવી રહ્યા હતા.

આ તમામની અટકાયત કરી તપાસ કરતા કાળા ઓઇલને પ્રોસેસ કરી તેમાં સલ્ફર નાંખી બાયોડીઝલ જેવું બનાવી, બાયોડીઝલ નામે વેચાણ કરતા હતા. પોલીસે ત્યાંથી ડીઝલ બનાવવા તેમજ સ્ટોર કરવા માટે ટાંકીઓ બાયોડીઝલ ભરેલા 20 બેરલ, 350થી વધુ નંગ ખાલી બેરલ, ઓઇલ ભરેલા 250 નંગ બેરલ, ડીઝલ બનાવવા માટે સલ્ફર કેમિકલ ભરેલી બેગ, બાઇક તેમજ 3 ટેમ્પો, પોલીસે 71 લાખથી વધુનો મુદ્દામાલ તેમજ બાયોડીઝલ કબજે લીધુ હતુ.

પોલીસે કારખાનામાંથી કામ કરતાં 6ની પણ ધરપકડ કરી હતી, જેમાં તરસાડી રહેતા એઝાઝ શેખ તેમજ બાયોડીઝલ બનાવતી ફેક્ટરી નામે મીરાં લુબ્રિકન્ટ્સમાં રહેતા સીતારામ બેરવા, સોનુશ્રી કૃષ્ણજી, લોકેશ ભેરુલાલ, દુધરામ છગનાજી, ધનરાજ ભેરૂલાલની ધરપકડ કરી હતી. જ્યારે ત્રણ ટેમ્પો ચાલક ત્યાંથી ફરાર હોય, તેમજ ફેક્ટરીના ભાગીદારો હુસેન તૈયબ, અબઝલ હુસેન, ફિરોજ રાઠોડ, તેમજ ઈમરાન મેમણને વોન્ટેડ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...