માંગરોળ તાલુકાના કુવરદા ગામે કોસંબા કીમ રોડ પર આવેલી જમીનમાં કેટલાક લોકો જમીનમાં વેચાયેલા પ્લોટ ધારકોને જાણ કર્યા વગર સંપૂર્ણ જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી તેમાં બાંધકામ કરી વિવાદગ્રસ્ત જમીનને પચાવી પાડવાનું કાવતરું ભોગ બનનાર પ્લોટ ધારકો દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનમાં જમીન પચાવનાર સામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં રહેતા જિનેન્દ્ર સાડીવાળા એક કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે માંગરોળ તાલુકાના કુવરદા ગામે આવેલી વાદગ્રસ્ત જમીન જેનો સર્વે નંબર 309, 310 હોય આ જમીનમાં ઔદ્યોગિક એને કરી શોર્ટ પાડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક વેચાણ કરવામાં આવ્યું હતું. પ્લોટોમાથી કેટલાક પ્લોટ સુરતમાં રહેતા વિજયભાઈ ,હર્ષિદાબેન ,વિનોદભાઈ વગેરે વેચાણથી રાખવામાં આવ્યા હતા.
આ જમીન ૧૯૯૧થી વાદગ્રસ્ત ચાલી આવે છે. જે જમીનમાં મોહંમદ ઝુનેદ ચાલીવાલા (રહે, સુરત) તેમજ શેખ ઇસ્માઇલ રહેવાસી સુરત કોસંબા રહેતાં કાળુભાઈ વગેરેનાઓ દ્વારા જમીનમાં ગેરકાયદેસર કબજો જમાવી જમીનની અંદર કમ્પાઉન્ડ વોલ તેમજ મજૂરો માટે રહેવા માટે અંદર પ્રવેશવાના ગેટ પર લોખંડનો દરવાજો મૂકી તેની ઉપર રોયલ ગ્રુપનું બોર્ડ મારી ગેરકાયદે કબજો જમાવ્યો છે. આ ઈસમો દ્વારા પ્લોટ ધારોકોના હિતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય ઉપર જમીનનો ગેરકાયદેસર કબજો જમાવવા બદલ લેન્ડ ગ્રબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.