તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ધામડોદની સીમમાંથી ગેરકાયદે ચાલતો બાયોડીઝલ પંપ ઝડપાયો

કોસંબા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના ધામડોદ ગામે સુરત એલસીબીએ બાતમીના આધારે ગેર કાયદેસર રીતે ધમધમતા બાયો ડીઝલ પંપને ઝડપી પાડી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો, અને 1 વ્યક્તિની ધરપકડ કરી હતી. સુરત જિલ્લામાં બાયોડીઝલ નામે જ પ્રવાહીનું ગેરકાયદેસર વિચાર ચાલતો હોય, એવી પ્રવૃત્તિ બંધ કરાવવા માટે કમર કસી હતી. જેના ભાગરૂપે માંગરોળ તાલુકાના વડોદ ગામની સીમમાં g.e.b. substationની બાજુમાં ચાલતા એમ.આર બાયો ડીઝલ પંપ ઉપર પોલીસે રેડ કરી હતી જેમાં ગેરકાયદેસર રીતે વાહનોમાં બાયોડીઝલ પરચા એક ઈસમને રંગ હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.

ઇમરાન પઠાણ (રહેવાસી જ ઈદગાહ ફળિયા) નામના યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ચલાવનાર અકબર અફસર શેખ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે એક મોટી ટાંકીમાં 2500 લિટર જ્વલનશીલ પ્રવાહી જેની કિંમત 1,67,500 કિંમત રૂપિયા, બે ફ્યુલ પંપ 1,00,000 રૂપિયા તેમજ વેચાણના 13,600 રોકડા અને મોબાઇલ કિંમત રૂપિયા 5 હજાર કુલ મુદ્દામાલ 2,86,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બાયો ડીઝલ પંપ છેલ્લા ઘણા સમયથી ચાલતો હોય, અત્યાર સુધીમાં 2 વખત તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, તે છતાં પણ ફરી આ ડીઝલનો ધમધમતો થઈ ગયો હતો. જેને સામે અંતે lcb એ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...