સારવાર દરમિયાન મોત:પરિક્ષામાં ઓછા માર્ક આવતાં તરૂણીએ એસિડ ગટગટાવ્યું

કોસંબા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટુંકી સારવાર બાદ હોસ્પિટલમાં દમ તોડ્યો

માંગરોળ તાલુકાના પીપોદરા ગામ ખાતે પ્રકાશ સિનેમાની ગલીમાં બિહારી દંપતિની 17 વર્ષીય દીકરી 11માં ધોરણમાં ઓછા માર્ક આવાને કારણે એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પીપોદરા ગામ પ્રકાશ સિનેમાની ગલીમાં દીપ મંગલ કોમ્પલેક્સ ફ્લેટ નં 201માં રહેતા ચંદ્ર શેખર નાગેશ્વર રાજપૂત ની 17 વર્ષીય દીકરી કોમલ બિહાર ખાતે અભ્યાસ કરી હોય, અને તારીખ 8ના રોજ બિહારથી ગુજરાત પિપોદરા ખાતે તેના માતા પિતા સાથે રહેવા આવી હોય. કોમલના ધોરણ 11માં અભ્યાસ કરતી હોય.

તાજેતરમાં ધોરણ 11નું પરિણામ આવ્યું હોય. પરિણામના ટેન્સનમાં તેમીએ વોસરૂમમાં જઈ એસિડ પી લઈને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગે મા બાપને જાણ થતાં તેને સારવાર માટે દિનબંધુ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ એસિડને કારણે શરીરના અવયવો ક્ષતિ થતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...