અકસ્માત:સુરતથી બગસરા જતી બસને ધામડોદ પાસે અકસ્માત, 42 મુસાફરોનો બચાવ

કોસંબા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બસ ટેન્કરમાં અથડાતા ડ્રાઇવર ઇજાગ્રસ્ત, સારવાર અર્થે ખસેડાયો

ગુરુવારે મોડી સાંજે સુરતથી બગસરા જતી રાજ્યની સ્ટેટ ટ્રાન્સપોર્ટની એસ.ટી.બસને માંગરોળ તાલુકાના ધામડોદ ગામે નેશનલ હાઇવે નંબર 48 ઉપર સુરતથી અમદાવાદ તરફ જતા હાઇવે ઉપર આગળ જતાં ટેન્કરની પાછળ ડ્રાઈવરે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટી બસના ડ્રાઇવરને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે બસમાં સવાર 42 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

સુરતથી બગસરા જતી સ્ટેટ ટ્રાન્સપોર્ટની એસ.ટી.બસ gj 18Z 19 48 જ્યારે માંગરોળ તાલુકાના ધામરોડ ગામ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે આગળ ચાલતા ટેન્કર નંબર RJ 19 GF 6200ના ચાલકે અચાનક બ્રેક મારતા એસટી બસના ડ્રાઈવરે પોતાનો સ્ટેરિંગ પરથી કંટ્રોલ ગુમાવતા તે ટેન્કરની પાછળ અથડાતા અકસ્માત થયો હતો. જેમાં ડ્રાઈવર પોતાની સાઇડ પર ફસાઈ ગયો હતો. જેને મહા મહેનતે આમ જનતાએ બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

જ્યારે એસ.ટી બસમાં સવાર 42 મુસાફરો બાદ બચાવ થયો હતો. અપવાદરૂપ બે ત્રણ મુસાફરોને અકસ્માતમાં મોઢાના ભાગે કાચ વાગતા તેમને લોહી નીકળ્યું હતું. અકસ્માત થતા હાઇવે નંબર 48 પર ત્રણથી ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ કોસંબા પોલીસ સ્ટેશનને થતા કોસંબાના પીઆઇ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આઇઆરબીની પેટ્રોલિંગ ટીમની મદદથી ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો. આ અકસ્માત થયેલી બસને સલામત સ્થળે ખસેડી હતી. આ ઘટનાની હાલ કોસંબા પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...