તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પીપોદરા હાઈવે પર એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત

કોસંબા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના પીપોદરા ગામની સીમમાં હાઈવે નં 48 ઉપર અમદાવાદથી મુુંબઈ તરફ જતા ટ્રેક પર વહેલી સવારે 4.15 વાગ્યાના અરસામાં વહેલી સવારે એક ટ્રક ડ્રાઈવરે પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી ટેમ્પોની પાછળ ભટકાવી દેતા કુલ 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નસીબ ંજોગે આ ઘટનામાં કોઈને પણ ગંભીર ઈજા કે જાનહાની થઈ ન હતી.

ટ્રક નં (RJ-14CG-8086)ના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી લાવી એક નંબર વગરના ટેમ્પોની પાછળ અથડાવી દીધી હતી. જેને કારણે તેની આગળ ઊભેલી મારૂતિવાન (GJ-23CA-1779) તેની આગળ ઊભેલો દૂધ ભરેલ ટેમ્પો નં (GJ-5CU-8040) સાથે તેમજ તેની આગળ ઊભા રહેલ લક્ઝરી બસ સાથે અથડાઈ ગઈ હતી. (RJ-14CG-8084) ના ચાલકે ટેમ્પાની પાછળ અકસ્માત કરતાં તેની આગળના અન્ય ચાર વાહનોને પણ અકસ્માત થયો હતો. જેથી કરીને તેની સામે લક્ઝરી કારના ચાલક પ્રદીપસિંહ વાળા દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...