તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કરંજ નજીક યુવકની બાઇકને આંતરી 1.78 લાખની લૂંટ ચલાવનારા 4ને દબોચી લેવાયા

કોસંબા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગત 21 માર્ચે મની ટ્રાન્સફરનો ધંધો કરતા યુવકના રોકડા દોઢ લાખ અને લેપટોપ લૂંટી ગયા હતા

માંડવીના કરંજ ખાતે યુવકની બાઇકને આંતરી 1.78 લાખની મત્તાની લૂંટ ચલાવનારા 4 ને સુરત જિલ્લા એસઓજી દ્વારા બાતમીને આધારે ઝડપી પાડ્યા હતાે. છેલ્લા ઘણા સમયથી કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરી લૂંટ જેવી ગંભીર ઘટનાઓ બની હતી. જેમાં કીમ ચાર રસ્તા વિસ્તારમાં રોકડ રકમની લૂંટની ત્રણથી વધુ ગંભીર ઘટનાઓ બની છે.

જે પૈકી તારીખ 21મી માર્ચે રાત્રીના 9.15 વાગ્યાના અરસામાં કરંજથી પોતાની મની ટ્રાન્સફરની દુકાન બંધ કરીને કીમ ચાર રસ્તા સાનિધ્ય ટાઉનશીપમાં આવી રહેલા મુનમુનકુમાર સિંગણીની મોટરસાઈલને આંતરી મોટરસાઈકલ પર આવેલા ત્રણથી વધુ ઈસમોએ 1.50 લાખ રોકડા રૂપિયા ભરેલ બેગ આંચકી હતી. જેનો પ્રતિકાર કરતાં મુનમુને માર મારી તેને ચપ્પુ મારી લેપટોપ અને રોકડા મળી 1.78.000ની લૂંટ ચલાવી ગુજરાતી ભાષા બોલતાં 25થી 30 વર્ષના યુવકો ફરાર થયા હતાં. આવા ગંભીર ગુનાને ઉકેલવા માટે જિલ્લા પોલીસવડાએ સૂચના આપી હોય. સુરત જિલ્લા એસઓજીની ટીમ પોતાના બાતમીદારો થકી લાગી હતી. જેમાં એસઓજીના પીએસઆઈ કિરણસિંહ, હેકો રણછોડભાઈને બાતમી મળી હતી કે આ ઘટનામાં સંડોવાયેલા આરોપી પૈકી ચાર આરોપીઓ પીપોદરા નહેર પાસેથી પેટ્રોલપંપ નજીકથી કાચા રસ્તા પર ગુનામાં વપરાયેલ મોટરસાઈકલ લઈને પસાર થઈ રહ્યાં છે.

​​​​​​​બાતમીવાળી જગ્યાથી બે મોટરસાઈકલ પર સવાર દીપક ઉર્ફે પાંડુ પાંડુરંગ નાયક (રહે. કીમ, શિવ સાઈ રેસીડેન્સી), ઝાહિદ ઉર્ફે ગોળા જાવિદ શેખ (ખોલવડ, કામરેજ), સોયેબ ઉર્ફે ભૂંગરા હારુન પઠાણ (રહે. ખોલવડ) તેમજ ઝુબેર ઉર્ફે ગૌરવ ઉસ્માન ગની શાહ (રહે. કીમ આશિયાના નગર)ને ઝડપી પાડ્યા હતાં. તેમની પાસેથી પોલીસે બે મોટરસાઈકલ, 4 મોબાઈલ અને 5000 રૂપિયા મળી કુલે 71,000થી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે આરોપીની ઉલટ તપાસ કરતાં આ ગુનામાં કીમ સાનિધ્ય ટાઉનશીપમાં રહેતો રાજેન્દ્ર ઉર્ફે રાજુ પાંડા અને સલમાન રહેવાસી ખોલવડ હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો