હુમલો:કોસંબાના યુવકને આંતરી ચપ્પુના 3 ઘા મરાયા

કોસંબા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક પર આવેલા 3 હુમલાખોર રોકડ છોડી માત્ર ફોન જ લૂંટી જતા તર્કવિતર્ક

કોસંબા સાવા પાટિયા રોડ પર પટેલ ફાર્મ નજીક ધોળા દિવસે ઉઘરાણીએ નીકળેલા કોસંબા ચિશતિ નગરના યુવાનને કોઈ અજાણ્યા ત્રણ લૂંટારા એ નિશાન બનાવી ચાકુના ઘા ઝીકી દઈને મોબાઈલ લૂટી લુંટારા ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને કોસંબાની આરફ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી પરંતુ તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે સુરત ખસેડાયો હાલ આ લૂંટ છે કે આ હુમલો અન્ય કોઈ કારણ ના કારણે થયો છે. તે વાત પર રહસ્ય છે, પોલીસ દ્વારા હુમલાનો ભોગ બનેલા યુવકની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

કોસંબા સાવા રોડ પર પટેલ ફાર્મ નજીક ધોળા દિવસે બપોરે 1 વાગ્યા ના અરસા ઉઘરાણીએ મોટર સાયકલ ઉપર નીકળેલા કોસંબા ચિશતિ નગરના આસિફ સિકંદર મલેક નામના યુવાનને મોટર સાયકલ ઉપર આવેલા અજાણ્યા ત્રણ લૂંટારાએ નિશાન બનાવી ચાકુના ત્રણ ઘા ઝીંકી દઈને મોબાઈલ લૂટી લુંટારા ફરાર થઈ ગયા. ગંભીર રીતે ઘવાયેલા આસિફ સિકંદર મલેકને કોસંબાની આરફ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. પરંતુ તબિયત વધુ લથડતા સારવાર માટે સુરત ખસેડાયો હતો.

આસીફની સારવાર સુરતની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે અને કોસંબા પોલીસે તેની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. એક બાજુ લોકોના જણાવ્યા આસિફને ચપ્પુ મારીને મોબાઈલ લૂંટી હતો. જ્યારે બીજી બાજુ તેના ગજવામાં રૂપિયા પણ સહી સલામત હોય આ ઘટના લૂંટ છે, કે અન્ય કોઈ કારણસર તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. કોસંબા પોલીસ આશિફની ફરિયાદ લેવા પહોંચી હોય, ફરિયાદ લીધા બાદ હુમલાનું સાચું કારણ જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...