અકસ્માત:ઘરથી માત્ર 500 ફૂટ દુર ટ્રકે અડફેટમાં લેતા યુવકનું મોત

કોસંબા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળના કુંવરદા ગામની ઘટના

માંગરોળ તાલુકાના કુંવરદા ગામની હદમાં કોસંબાથી ખરચ જતા માર્ગ પર રાત્રીના 12.00 વાગ્યાના સમયે પોતાના ઘર નજીક આવેલી કંપનીમાં પગપાળા નોકરીએ જતાં યુવકને કાળમુખી ટ્રકે અડફેટે લઈ ટાયર નીચે કચડી નાંખતાં 35 વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કોસંબાથી ખરચ જતા રોડ પર કુંવરદા ગામની સીમમાં ન્યુટ્રલ ગ્લાસ ટાઉનશીપની સામે આમોદ પાટિયા અવતાર નગર મસ્જિદની પાસે રહેતો 35 વર્ષીય મહંમદ નસીન દસ્તગીર ખાન ઘરથી માત્ર 500 ફૂટ દૂર આવેલ પ્રગતિ ગ્લાસમાં નાઈટ પાળીમાં નોકરીએ જવાનું હોય. રોજિંદા મુજબ પગપાળા જવા નીકળ્યો હતો.

ત્યારે એક કાળમુખી ટ્રક (GJ-16AV-8943) ના ચાલકે મહંમદ નસીનને ટક્કર મારી હતી. ટક્કર મારતાં યુવક ટ્રકના ભારેખમ વ્હીલ નીચે કચડાઈ ગયો હતો. યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત કરી ટ્રકનો ચાલક ટ્રક ઘટના સ્થળે મુકી ભાગી ગયો હતો. પરંતુ ટ્રકમાં અન્ય એક ડ્રાઈવર પણ સૂતો હોય તે પબ્લિકના હાથે ઝડપાય ગયો હતો. જેણે આ ટ્રક તારચંદ ગુર્જન મુળ રહે રાજસ્થાનનાઓ ચલાવતો હોવાનું જણાવતાં કોસંબા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ મૃતકના સાળાની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...