તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પીપોદરાથી 7 કિલો ગાંજા સાથે એક મહિલા ઝડપાઇ

કોસંબા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સુરતના કતારગામથી ગાંજો લાવી

સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીને બાતમી મળી હતી કે ગુજરાત સરકારની એસટી બસમાંથી એક મહિલા દાદા સાથે ઊતરી છે. હાલ માંગરોળ તાલુકાના પીપોદરા ગામે હાઇવે પર મહાલક્ષ્મી સ્ટોનની સામેના ભાગે મુંબઇથી અમદાવાદ જતા ટ્રેક ઉપર ઉભી છે. આ બાતમીના આધારે સુરત જિલ્લા સ્પેશિયલ ગ્રુપના સભ્યોએ બાતમી વાળી મહીલાને પીપોદરાથી ઝડપી પાડી હતી. મહિલાએ પોતાનું નામ મદીનાબીબી મોહમ્મદ મુસ્લિમ મોહમ્મદ અબ્દુલ શેખ (રહેવાસી અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. મહિલા પાસેથી પોલીસને 7 કિલો ગાંજો કિંમત 70 હજાર મળી આવ્યો હતો.

અંગજડતીમાંથી 14 હજારથી વધુ મળ્યા હતા. પોલીસે 85 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો. તપાસ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે તેણે આ જથ્થો કતારગામ વિસ્તારમાંથી ગણેશ નામના ઈસમ પાસેથી લીધો હતો. હાલ એસ.ઓ.જી એ કોસંબા પોલીસ સ્ટેશનમાં આ મહિલા વિરુદ્ધ નાર્કોટિક ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે પ્રથમ વખત જ સુરત આવી હતી, ગાંજો ખરીદી અમદાવાદ વેચાણ કરવા જઈ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...