તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પીપોદરામાં ઘરના વાડામાંથી પશુઓ લઇ જવા બાબતે બે પરિવાર વચ્ચે ધીંગાણું

કોસંબાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાનથી મારી નાંખવાની ધમકી આપતા કોસંબા પોલીસમાં 5 વિરુદ્ધ ફરિયાદ

માંગરોળ તાલુકાનાં પિપોદરા ગામે બે પાડોશી પરિવારો વચ્ચે ઘરના વાડામાંથી પશુઓ લઈ જવા બાબતે મારામારી થઈ હતી. વાડામાંથી પશુઓ લઈ જતાં ખાડા પડતાં ચોમાસામાં ગંદકી થતાં મહિલાએ પડોશીને માટી પુરાણ કરવા કહેતા પડોશમાં રહેતા પાંચ શખ્સોએ મહિલા સહિત પરિવારના ત્રણ શખ્સોને કુહાડી તેમજ લાકડીના ફટકા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મહિલાએ કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વકાભાઈ ભરવાડે લાકડી લઈને હિતેશને સપાટો મારી દીધો
પિપોદરા નવી સિયાલજ કોલોનીમાં રહેતા સંજયભાઈ ભરવાડ પિપોદરા જી.આઈ.ડી.સીમાં કંપનીમાં કામ કરે છે. ગતરોજ સવારે તેમના વાડામાંથી તેમના પડોશમાં રહેતા રેવાભાઇ ભરવાડ પશુઓ લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે સંજયભાઈ ભરવાડની માતા રતનબેને જણાવ્યુ હતું કે અમારા વાડા પાછળ પુરાણ કરેલ ત્યાંથી ઢોરો આવજાવ કરતાં ચારો ખાઈ જાય છે. ખાડા પણ પડી ગયેલ છે. તેમાં વરસાદનું પાણી ભરાતાં ગંદકી થાય છે. તમે ખાડામાં પુરાણ કરાવતા નથી તેમ કહેતા રેવાભાઇએ રતનબેનને લાકડીનો સપાટો મારી ઝઘડો કરતાં બૂમાબૂમ કરતાં પિતાજી લક્ષ્મણભાઈ તથા ભાઈ હિતેશ સમજાવવા જતા વકાભાઈ ભરવાડ લાકડી લઈને હિતેશને સપાટો મારી દીધો હતો.

સંજય ભરવાડે પાંચ વ્યક્તિ વિરુદ્ધ કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી
રેવાભાઈએ કુહાડી લાવી રતનબેનને મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. રેવાભાઇએ બૂમાબૂમ કરી દેતા તેમના પરીવારજનોમાં જહાભાઈ ભરવાડ, અજયભાઇ ભરવાડ, વિપુલભાઈ ભરવાડ, વિજયભાઈ ભરવાડએ રતનબેન, લક્ષ્મણભાઈ તથા હિતેશભાઇને લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતાં રહ્યા હતા. ઇજાગ્રસ્ત દંપતી અને તેના પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સંજય ભરવાડે પાંચ વ્યક્તિ વિરુદ્ધ કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...