તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન કૌભાંડ:પીપોદરા વેક્સિન કૌભાંડમાં દોષિતો સામે ટૂંકમાં પોલીસ ફરિયાદ થઈ શકે

કોસંબા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિન મુકવા આવેલા મજૂર વર્ગના લોકો પાસેથી સો રૂપિયા લેવાયા હતા

પીપોદરા ગામે ઔદ્યોગિક વિસ્તારમાં એક કંપનીની અંદર ખાનગીમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરી વેક્સિન મુકવા આવેલા મજૂર વર્ગના લોકો પાસેથી સો રૂપિયા લેવાતા હોવાનો આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરેલા પર્દાફાસ બાદ તંત્ર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. હવે ડીડીઓએ દોષિતો સામે કાયદેસર પગલાં ભરવા આરોગ્ય વિભાગને સૂચના આપી હોય, ટૂંક સમયમાં કૌભાંડ આચરનાર સામે પોલીસ ફરિયાદ થઈ શકે.

માંગરોળ તાલુકાના પીપોદરા ગામ આવેલા ઔદ્યોગિક એકમોમાં ત્રણ દિવસ પહેલા ખાનગી કંપનીના મકાનમાં મજૂરોને સો રૂપિયા લઈને વેક્સિન મુકાઈ રહી હોવાની બાતમી મળતા કામરેજ તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા જગદીશભાઈ અને આરટીઆઇ એક્ટિવિસ્ટ સતિષભાઈ દ્વારા રેડ પાડી ત્યાં મજૂરો પાસેથી 100 રૂપિયા લઇ વેક્સિન મૂકી હોવાનો કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ઘટનાને તેમણે વિડીયો ઉતારતાં વેક્સિન મૂકનાર આરોગ્ય કર્મચારી અને તેમની ગાડી સ્પષ્ટ દેખાઈ આવતી હતી.

આ ઉપરાંત વેક્સિન કેમ્પનું આયોજન કરનાર કેમેરાની સામે મજૂરો પાસેથી સો રૂપિયા લઈને વેક્સિન મુકતા હોવાનું ખુલ્લેઆમ સ્વીકાર કરતા નજરે ચડયા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પણ જિલ્લા આરોગ્ય અધિકારી અને કલેકટર ને આવેદનપત્ર પાઠવી દોષિતો સામે પગલા ભરવાની માંગ કરી હતી. દિવ્યભાસ્કરના અહેવાલના પગલે ડીડીઓ ડી.એસ. ગઢવી દ્વારા તપાસના આદેશ આપ્યા હતા જેમાં તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી હતી અને સ્થળ મુલાકાત લઇ ત્યાં પૂછતાછ કરી હતી.

એનો રિપોર્ટ ઉચ્ચકક્ષાએ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા રજૂ કરી દેવામાં આવ્યો છે. ડીડીઓ ડી.એસ.ગઢવી ગઢવીએ જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થયા બાદ દોષિતો સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે. સોમવાર સુધીમાં પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાશે અને વેક્સિન મુકવા બદલ સો રૂપિયા લેવામાં આવ્યા છે. તે બદલ જો એન્ટીકરપ્શન હેઠળ ફરિયાદ દાખલ થવા પાત્ર હશે તો તે અંગે પણ જરૂરી ભલામણ કરવામાં આવશે. દોષિતોને કોઈ પણ સંજોગોમાં છોડવા દેવામાં આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...