દુઃખદ:મોટાબોરસરા ગામે નવજાત બાળકને નહેરમાં ત્યજી દેવાયું

કોસંબા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે નહેરમાંથી એક નવજાત બાળક ગર્ભનાળ સાથે ત્યજી દેવાયેલી હાલતમાં નહેરના પાણીમાં મૃત અવસ્થામાં તરતું દેખાઈ આવ્યું હતું. મોટા બોરસરા ગામે સીમમાંથી પસાર થતી નહેરમાં ગતરોજ બપોરના સમયે એક નવજાત બાળકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ નજીકમાં આવેલી સુમીલોન કંપનીના ફાયર વિભાગને કરવામાં આવી હતી.

તેમના દ્વારા નહેરના પાણીમાંથી નવજાત બાળકની લાશને કાઢવામાં આવી હતી. બાળક ગર્ભનાળ સાથે જ કોઈ જનેતાએ પોતાનું પાપ છુપાવવા માટે ત્યજી દીધુ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ ઘટનાની જાણ કોસંબા પોલીસને થતાં ઘટના સ્થળે આવી નવજાત બાળકની લાશનો કબજો મેળવી અકસ્માત મોતનો ગુનો નોંધી બાળકના માતાની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...