દુર્ઘટના:હાઈવે ક્રોસ કરતી માતા અને 2 પુત્રને ટ્રકે અડફેટે લેતા 1નું મોત

કોસંબા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેયને પીપોદરા પાસે અકસ્માત નડ્યો

માંગરોળ તાલુકાના પીપોદરા ગામે વહેલી સવારે 6.00 વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે નં 48 ઉપર એક અજાણ્યા ટ્રક ચાલકે રસ્તો ક્રોસ કરતાં ત્રણ ઈસમોને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને ગંભીર ઈજા પહોંચી હતી.

માંગરોળ તાલુકાના પીપોદરા ગામે વિશ્વકર્મા નગરમાં રહેતા ટુકુના હરી જેના તેમના નાનાભાઈ શ્રીનિવાસ હરી જેના તથા તેમના માતા રમા હરી આનંદ, આ ત્રણે માં - દીકરા વહેલી સવારે 6.20 વાગ્યાના અરસામાં પીપોદરા ગામની સીમમાંથી પસાર થતાં નેહા નં 48ને ક્રોસ કરી રહ્યા હતાં.

ત્યારે અમદાવાદથી મુંબઈ તરફ જતા રોડ પર વિશ્વકર્મા નગરની સામે એક અજાણ્યા ટ્રક ચાલકે ગફલત ભરી રીતે હંકારી લાવી ત્રણેને અડફેટે લીધા હતાં. જેમાં ટુકુના હરિ તથા શ્રીનિવાસ હરિને શરીરે ઈજા પહોંચી હતી. તેમજ માતાને પણ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ત્રણેને સારવાર અર્થે સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ટુકુના હરિનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...