અકસ્માત:બોલેરોએ બાઇકને અડફેટમાં લેતા 28 વર્ષીય યુવકનું મોત

કોસંબા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિયાલજ પાસે હાઇવે પર અકસ્માત નડ્યો

માંગરોળ તાલુકાના સિયાલજ ગામની હદમાં હોટલ જનપતની હદમાં એક અજાણ્યા બોલેરો પિકઅપ ચાલકે એક યુવકની મોટરસાઈકલને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. માંગરોળ તાલુકાના મોટી નરોલી જય પોલીમર્સ કંપનીના રૂમમાં રહેતા 28 વર્ષીય રામપતી માંઝી તથા કંદન માંઝી પોતાની હોન્ડા સાઈન મોટરસાઈકલ (GJ-05GC-4671) લઈને સિયાલજ ગામની હદ પાસેથી હાઈવે ક્રોસ કરી રહ્યા હતાં.

ત્યારે તેમની મટોરસાઈકલને એક અજાણ્યા બોલેરો પિકઅપ ચાલકે અડફેટે લેતા રામ પતિ માંઝીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના બાદ વાહનચાલક પોતાની બોલેરો કાર લઈ ભાગી છૂટ્યો હતો. આ ઘટનાની તેમના મિત્ર અખિલેશસિંહે કોસંબા પોલીસ માં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...