કોસંબા પોલીસે બાતમીને આધારે માંગરોળ તાલુકામાં કાર્ટિંગ માટે લવાતો નંદાવના કુખ્યાત બુટલેગર પિન્ટુ યાદવનો 9.50 લાખથી વધુનો દારૂ પકડ્યો હતો. અશોક લેલન ટ્રકમાં પંખાની આડમાં દારૂ લવાયો હતો. ટ્રક સાથે ડ્રાઈવર ક્લિનરને ઝડપી પાડી કુલ 65 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો.
કોસંબા હેડ કોન્સ્ટેબલ હેમાશુંને બાતમી મળી હતી કે (GJ-16AU-2222)માં ગોવાથી દારૂ કોસંબા હદમાં નંદાવના બુટલેગર અંશુ ઉર્ફે પિન્ટુ યાદવે મંગાવ્યો છે. ગાડી ધામરોડની હદમાં હાઈવે નં 48 પર ભારત હોટલના કમ્પાઉન્ડમાં છે. બાતમીને આધારે હેમાંશુ તથા ટીમે પીએસઆઈ વી. કે. પટેલની આગેવાનીમાં ભારત હોટલના કમ્પાઉન્ડમાંથી ટ્રકને શોધી ડ્રાઈવરને નામ પૂછતાં કપીલ તેમજ તેની સાથે ક્લિનર શિવકુમાર યાદવ હોવાનું જણાવ્યું હતું. પોલીસે પંચોને સાથે રાખીને ટ્રકના પાછળ તાડપત્રી હટાવીને ચકાસણી કરતાં સિલિંગફેન મળી આવ્યા હતાં. જેને હટાવી પાછળ પોલીસને મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગણતરી કરતાં 9,63,800નો 7044 નંગ બાટલી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે પરમીટની તપાસ કરતાં તેમની પાસે પરવાના ન હોય.
દારૂ ક્યાંથી ભરાવ્યો તેમ પૂછતાં જણાવ્યું કે ગોવામાં બે ઈસમોએ દારૂ ભરાવ્યો હતો. દારૂ નંદાવના બુટલેગર અંશુ ઉર્ફે પિન્ટુ યાદવનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી દારૂ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી દારૂની પેટીઓને કવર કરવા વાપરેલા પંખાના 930 બોક્સ 30,33,300 તેમજ ટ્રક 25 લાખ, મોબાઈલ 5500 રૂપિયા કુલ મળી 65,02,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.