તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:PVC પાઈપની આડમાં છુપાવી લઈ જવાતો 8.50નો દારૂ પકડાયો

કોસંબા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકની અટક, દારૂ વડોદરા ગોલ્ડન ચોકડી મોકલવાનો હતો

કોસંબા પોલીસ બાતમીના આધારે પાલોદ ગામ ની સીમમાં આવેલી નેશનલ હાઈવે ઉપર હોટલના કમ્પાઉન્ડમાં થી એક આઇસર ટેમ્પોમાં પીવીસી પાઇપની આડમાં એને છુપાવી લઇ જવાતો 8.50 લાખથી વધુ વિદેશી દારૂનો જથ્થો સાથે ડ્રાઈવરની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મોકલનાર અને લેનારને વોન્ટેડ જાહેર કર્યો હતો.

કોસંબા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ખાચર તેમજ પોલીસ કોન્સ્ટેબલ હેમંતભાઈ રશ્મિકાંત અને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે માંગરોળ તાલુકાના પાલોદ ગામની સામે નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલી નેશનલ હોટલ ઉપર કમ્પાઉન્ડર એક કેસરી કલરનો આઇસર ટેમ્પો નંબર gj 06 xx 6970 માં ઈંગ્લીશ દારૂની પેટીઓ ભરેલી છે જે આઈસર ટેમ્પો હાલ મુંબઈથી અમદાવાદ તરફ જવાનો છે આ બાતમીના આધારે પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા નેશનલ હોટલના કમ્પાઉન્ડમાંથી ટેમ્પો મળી આવ્યો હતો.

પોલીસે ટેમ્પોનો પાછળનો ભાગ ખોલાવતા તેમાં પીવીસી પાઇપ દેખાઈ આવ્યા હતા. આ પાઇપને હટાવતાં તેની પાછળ પોલીસને મોટા પ્રમાણમાં દારૂ દેખાયો હતો, જે દારૂના જથ્થાને કોસંબા પોલીસ સ્ટેશન લાવી તેને ટેમ્પામાંથી ઉતારી તેની ગણતરી કરતા પોલીસને 884000 ના વિદેશી દારૂનો જથ્થો કુલ બોટલ નંગ 6260 મળી આવ્યો હતો. પોલીસે આઇસર ટેમ્પો કિંમત આઠ લાખ મોબાઈલ ફોન વગેરે મળી 16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો.

પોલીસે આઇસર ટેમ્પો સાથે ચાલક રવી કેદારસિંહ ઠાકોર રહેવાસી ઉત્તર પ્રદેશની ધરપકડ કરી હતી અને આ માલ જીગરભાઈ નામના વ્યક્તિએ દારૂ ભર્યો હોવાનું જણાવ્યું હતું. દારૂ વડોદરા ગોલ્ડન ચોકડી ખાતે મોકલવાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે માલ મંગાવનાર અજાણ્યા ઈસમ તેમજ અન્ય દિનેશ યાદવને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...