સાયલેન્સર ચોરી:તરસાડી કોસંબામાં 1 રાત્રિમાં 7 ઈકો વાન ના સાયલેન્સર ચોરાયા

કોસંબા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયલેન્સર ચોરી કરતી ગેંગ ભરૂચમાંથી પકડાઈ

માંગરોળ તાલુકાના તરસાડી અને કોસંબામાં મધ્ય રાત્રીના 7 જેટલી અલગ અલગ જગ્યાએથી ઈકો ગાડીમાંથી સાયલેન્સરની ચોરી થઈ હતી, જે ચોરીમાં વપરાયેલી સફેદ કરલરની રીટ્ઝ ગાડી સીસીટીવીમાં કેદ થઈ છે. કોસંબા પોલીસે ભરૂચ ખાતે સાયલેન્સર ચોરી કરતી ગેંગ ઝડપાય છે. જેમને કોસંબા લાવવા માટે તજવીજ હાથ ધરી છે.

18મી નવેમ્બરની રાત્રીના સમયે તરસાડી અને કોસંબાના વિવિધ સ્થળોએ મહાદેવ નગર સોસાયટી, અંબિકા નગર સોસાયટી, કુવંરદા ચોકડી વગેરે સાત સ્થળોએથી નવા મોડેલની ઈકો ગાડીમાંથી એક જ રાત્રીના 7 સાયલેન્સરની ચોરી થઈ હતી. જે અંગે ભોગ બનનારે જે તે સમયે પોલીસને અરજી કરી જાણ કરી હતી. પોલીસ તપાસ કરતાં મહાદેવ નગર સોસાયટી તેમજ અંબિકા નગર સોસાયટીમાંથી પોલીસને સીસીટીવી મળ્યા હતાં. જે સીસીટીવીમાં સફેદ કલરની ઈકો રિટ્ઝ ગાડી ચોરીના સ્થળ પાસે દેખાય હતી. જેથી પોલીસે મારૂતિ રિટ્ઝ ગાડીની તપાસ હાથ ધરી હતી.

કોસંબા વિસ્તારમાં ગાડી મળી આવી ન હતી. પોલીસે બાતમીદારો થકી પોતાની તપાસ ચાલુ રાખી હતી. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ભરૂચ પોલીસ દગ્વારા ઈકો કારમાંથી સાયલેન્સર ચોરી કરતી ગેંગ ઝડપાય છે. તેમની પાસે પણ કોસંબામાં સીસીટીવીમાં દેખાયેલી સફેદ કલરની રિટ્ઝ ગાડી છે.

જેથી કોસંબા પોલીસે આ તસ્કરોનો કબજો લેવા માટે ભોગ બનનાર મહાદેવ નગર સોસાયટીમાં રહેતા મહેન્દ્રસિંહ રાજપુરોહિતની ફરિયાદ લઈ તેમની ઈકો ગાડીમાંથી તેમજ મહાદેવ નગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ સોમાભાઈ પટેલ, અંબિકા સોસાયટીમાં રહેતા કાળુરામ ભૈરુરામ ખટીકની સાયલેન્સર ચોરી થવાની ફરિયાદ નોધાવી છે. કાર નં (GJ-08BNN-4375) જે કાર સીસીટીવીમાં દેખાય આવી હોય. જેની સામે ફરિયાદ નોધાવી છે.

અન્ય સમાચારો પણ છે...