માંગરોળ તાલુકાને અડીને આવેલા ખરચ ગામે જુગાર રમતો હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરતા 7 જુગારીઓ ઝડપાયા હતા, જ્યારે 2ને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે 1.28 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શ્રાવણીયા જુગારની શરૂઆત વચ્ચે પોલીસે શ્રાવણીયા જુગાર ડ્રાઇવ શરૂ કરાઈ છે. માંગરોળ તાલુકાને અડીને આવેલા હાંસોટ તાલુકાના ખરચ ગામ જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળતાં મળેલ બાતમીના આધારે ખરચ સ્થિત બિરલા કંપનીના પાછળના ભાગે બાવળની ઝાડીમાં ખુલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા કરતાં 7 ઈસમો રંગ હાથે ઝડપાઈ ગયા હતા. સ્થળ પરથી રોકડ 25, 200 તથા 7 મોબાઇલ કિંમત 18,000, 3 મોટરસાયકલ કિં. 55, 000 તેમજ 1 એક્ટિવા કિંમત 30,000 મળી કુલ 1.28 લાખ ઉપરાંતનો મુદ્દા જપ્ત કર્યો હતો.
પોલીસે સ્થળ પરથી સુફિયાન મોહંમદ દીવાન (રહે સાયણ, ઓલપાડ), સુરત, વિરલ પટેલ, (રહે ઓલપાડ, સુરત), અમેન્દર રાજપુત ( રહે માંગરોળ સુરત), તાજુદ્દીન પઠાણ( રહે કીમ, સુરત), લાલુ મન્સૂરી (કિમ સુરત) અને સોહેલ પઠાણ (રહે હાંસોટ)ની ધરપકડ કરી હતી. જ્યારે સ્થળ પરથી હાંસોટના આમોદ ગામનો અખ્તર ઉર્ફે અક્કુ અરબ અને એક એક્ટિવા ચાલક ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.