સ્ટીલ ચોરી કેસ:68 લાખનું સ્ટીલ ડ્રાઈવરે રૂ. 7 લાખમાં વેચ્યું હતું

કોસંબા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

22મી ઓક્ટોબરે 68 લાખથી વધુના સ્ટેન્ડસ સ્ટીલના પાઈપની ચોરીનો ગુનો કોસંબા પોલીસમાં નોંધાયો હતો. જે ગુનો પોલીસે ઉકેલ કર્યો હતો. વચેટિયા તેમજ સ્ટીલ ખરીદનાર વેપારીની ધરપપકડ કરી હતી. પોલીસે 40 લાખનો સ્ટીલનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. આરોપીએની પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરે માત્ર 7 લાખની લાલચમાં વચેટીયાઓ સાથે 68 લાખના સ્ટીલનો સોદો કર્યો હતો. ઝડપાયેલા બે આરોપીને કોસંબા પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

68 લાખ રૂપિયાની સ્ટીલના પાઈપ ભરેલી ટ્રક કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સિટીઝન હોટલના કમ્પાઉન્ડમાંથી 68 લાખનું સ્ટીલ ભરીને મુંબઈથી અમદાવાદ નીકળેલી ટ્રક ટ્રાન્સપોર્ટ માલિકને ખાલી હાલતમાં બિનવારસી મળી આવતાં કોસંબા પોલીસમાં ટ્રાન્સપોર્ટ માલિક નરેન્દ્રસિંગ દ્વારા ટ્રક ડ્રાઈવર રાજા ઉર્ફે ગીલાની તેમજ તેના સાથીદાર મારૂફ તેમજ બે શકમંદો ઉપર પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતાં કોસંબા પોલીસે મોબાઈલ સર્વેલન્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. કોન્સ્ટેબલ હેમાશું રશ્મીકાંતે કોલ ડિટેલ તેમજ બાતમીદારો થતી પોલીસને શંકાસ્પદ નામ સાગર જાણવા મળ્યું હતું. જેથી પોલીસે સાગરને ઉઠાવ્યો હતો અને તપાસ કરતાં સાગરે કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે ડ્રાઈવર રાજા ઉર્ફે ગીલાની સાગર તેમજ તેના સાથી મિત્રો શિવાલાલ શાહના સંપર્કમાં હોય. ટ્રક લઈને તે કડોદરા આવ્યો હતો. જ્યાં ડ્રાઈવરે 7 લાખમાં 25 ટન સ્ટીલનો સોદો અમારી સાથે કર્યો હતો અને અમારા દ્વારા અર્જુનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અર્જુન અને તેના ભાગીદાર તખતસિંહ સાથે 15 લાખ રૂપિયામાં સ્ટિલનો સોદો કરી તખતસિંહ તથા અર્જુનને કડોદરા ટ્રક લેવા બોલાવ્યા હતાં. ટ્રક લઈને તેઓ સુરત ગોડાઉન ગયા હતાં. જ્યાં ટ્રક ખાલી કરાવી પરત સોંપી હતી. ટ્રકને સિટીઝન હોટલના કમ્પાઉન્ડમાં બિનવારસી છોડી હતી. પોલીસે સાગરના કહેવા પ્રમાણે તખતસિંહની ધરપકડ કરી 40 લાખથી વધુનો મુદ્દામાલને રિકવર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...