ધરપકડ:ધામરોડ ગામે 520 લીટર બાયોડિઝલ ઝડપાયું

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોસંબા પોલીસે 3ની ધરપકડ કરી, 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

કોસંબા પોલીસે માંગરોળ તાલુકાના ધામરોડ ગામની હદમાંથી કોસંબા પોલીસે બાતમીને આધારે નેશનલ હાઈવે નં 48ને અડીને બાયોડિઝલનો જથ્થો વેચવાનું કૌંભાડ ઝડપી પાડ્યું છે. પોલીસે 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમની ધરપકડ કરી છે.

કોસંબા પોલીસના હેડકોન્સ્ટેબલ હેમાશું રશ્મીકાંતને બાતમી મળી હતી કે ધામરોડની સીમમાં અંકલેશ્વરથી કામરેજ તરફ જતાં હાઈવે પર ટેકમોન ચોકલેટ કંપની તથા ધામરોડ જીઈબી સબસ્ટેશનની વચ્ચે સરવે નં 383 માં આવેલ પ્લોટ નં 3માં કેટલાક ઈસમો જુદીજુદી જગ્યાએથી અલગ અલગ પ્રકારના પેટ્રોલિયમ વેસ્ટ ગણાતા પ્રોડક્ટ લાવી તેમાં મિશ્રણ કરી ભેળસેળ યુક્ત બાયોડિઝલ જેવો જ્વલનશીલ પ્રદાર્થ બનાવી તેનું વેચાણ અને રિફલિંગ કરતા હોવાની બાતમી મળી હતી.

જે બાતમી આધારે કોસંબા પોલીસે ત્યા રેડ કરતાં પોલીસને ગેરકાયદે રાખેલો બાયોડિઝલ મળી આવ્યુ હતુ અને તેનું વેચાણ અને રિફલિંગ કરવાના સાધનો મળી આવ્યા હતાં. પોલીસે હાજર એવા ઈસમનો આ જ્વલનશીલ પ્રવાહી રાખવા સંગ્રહ કરવા વેચાણ કે વહન કરવા કોઈ આધાર પુરાવા કે લાયસન્સ એક્સપ્લોઝિવ લાયસન્સ વગેરે કાગળિયાની માંગણી કરી હતી. પંરતુ આ ઈસમો પાસે કોઈપણ જાતના આધિકારીક પાસ પરવાના ન હોય.

કોસંબા પોલીસે 520 લિટર જ્વલનશીલ પ્રવાહી કિંમત 36400, સેલેરિયો ગાડી 2 લાખ, એક્ટિવા 30 હજાર, ત્રણ મોબાઈલ કિંમત 71500, ઈલેક્ટ્રીક સ્ટેબિલાઈઝર 30,000 ડિસ્પેન્સર મશીન 50000 કુલ મળીને 4,17,900નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ બાયોડિઝલનો વેપલો કરનાર અકબર શેખ, ઝુબેર શાહ, મુસ્તાક અલી છીતાની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...