કાર્યવાહી:કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં બે દિવસમાં 50 લાખનો દારૂ પકડાયો

કોસંબા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 25 લાખ અને એલસીબીએ 27 લાખનો દારૂ પકડ્યો

ચૂંટણીના પડઘમ શરૂ તથાં જ સુરત જિલ્લામાં દારૂની હેરફેર ચરમ સીમાએ પહોંચી છે. જેને નાથવા કોસંબા પોલીસે લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ હોટલના કમ્પાઉન્ડમાંથી ઝડપી પાડ્યા બાદ સુરત જિલ્લા એલસીબીની ટીમે આશીર્વાદહોટલના કમ્પાઉન્ડમાંથી વધુ એક ટ્રકમાંથી સુરત તરફ લઈ જવાતો 27 .52 લાખનો વિદેશી દારૂનો જથ્થો સ્વેટર બનાવવાની આડમાં લઈ જવાતો ઝડપી પાડ્યો હતો. ટ્રક ચાલકની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ચારને વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરત જિલ્લા ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ આઈ. એ. સિસોદિયા તેમજ તેમની ટીમ સુરત જિલ્લામાં હાલ ચૂંટણીના માહોલને કારણે દારૂની હેરાફેરી વધી હોય. તેને નેસ્ત નાબુદ કરવા પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે સુરત લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ટ્રક નં (RJ-30GA- 3362)માં વિદેશી દારૂનો જથ્થો કોસંબા પાસે નેશનલ હાઈવે નં 48 પર આવેલી આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ છે. જે બાતમી આધારે તપાસ કરતાં બાતમીવાળી ટ્રક મળી આવી હતી. ટ્રકના પાછળના ભાગમાં તપાસ કરતાં સ્વેટર બનાવવાના ઉનના જથ્થાની આડમાં વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટ્રકના ડ્રાઈવર તુલસી લાલ માંગીલાલ તલાવર તથા ક્લીનર કાલુસિંગ ગુલાબસિંગ રાવત (બંને રહે. રાજસ્થાન)ની અટક કરી તેમની પૂછ પરછ કરતાં સુરતના જયેશ પટેલ નામના ઈસમે આ વિદેશી દારૂ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ ટ્રક કર્ણાટકના હુબલી પાસે હાઈવે ઉપર લેવા આવવાનો હતો

. આ વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક વધુ એક ઈસમ અહીં લેવા આવનાર હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે બંને પાસેથી બે મોબાઈલ ઉપરાંત ટ્રકની અંદર ભરેલા દારૂની ગણતરી કરતાં પોલીસને કુલ 27,52,800ની કિંમતનો 14496 નંગ બોટલ મળી આવી હતી. આ દારૂનો જથ્થો ભરીને મંગાવનાર સુરતના જયેશ પટેલ અને ટ્રક હુબલી રોડ પર આ ડ્રાઈવર ક્લિનરને આપનાર અજાણ્યા ઈસમ તેમજ ટ્રક લેવા આવનાર જયેશ પટેલના માણસને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...