કાર્યવાહી:પાઈનેપલની આડમાં 50 લાખનો ગાંજો લિંડિયાત ગામથી પકડાયો

કોસંબા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
એનસીબીની ટીમે લિડિંયાતથી આઇસરમાં ગાંજો ઝડપી પાડયો હતો. - Divya Bhaskar
એનસીબીની ટીમે લિડિંયાતથી આઇસરમાં ગાંજો ઝડપી પાડયો હતો.
  • ગાંજો અને અને આરોપીને લઈ ટીમ ગાંધીનગર પહોંચી

કેન્દ્રના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગુરુવારે સાંજે બાતમીને આધારે ખાનગી રાહે એક આઈસર ટેમ્પોનો પીછો કરી માંગરોળ તાલુકાના લીડિયાત ગામની સીમમાં એક મહેન્દ્રા પિકઅપમાં ગાંજાનું કાર્ટિંગ થવા જઈ રહ્યું હતું ત્યારે ટેમ્પોમાં ભરેલા પાઈનેપલના કેરેટ નીચેથી 50 લાખનો 500 કિલો જથ્થો ઝડપી પાડી ત્રણ લોકોની ધરપકડ કરી છે.

કેન્દ્રની એનસીબીની ટીમને એક આઈસર ટેમ્પો (UP-16CT-7425)ની અંદર ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી વડોદરા તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીને આધારે એનસીબીની ટીમ આઈસર ટેમ્પોને ટ્રેક કરી રહી હતી. શુક્રવારે આ ટેમ્પો કીમ ચાર રસ્તા ખાતે આવેલ એક હોટલના કમ્પાઉન્ડમાં ઊભો હતો.

ત્યાં ઘણા લાંબા સમય ટેમ્પો રોકાયા બાદ ટેમ્પોમાં સવાર ડ્રાઈવર અને ક્લિનરે ટેમ્પોને કીમ ચાર રસ્તાથી કીમ માંડવી રોડ પર લઈ ગયો હતો. જ્યાં લિંડિયાત ગામની હદમાં અવાવરુ જગ્યાએ ટેમ્પો ઊભો રાખ્યો હતો. ત્યાં થોડીવારમાં પિકઅપ આવી પહોંચી હતી. પિકઅપની અંદર ગાંજો કાર્ટિંગ થનાર હોય. એનસીબીની ટીમે રેડ પાડી હતી.

જ્યાં ટેમ્પોચાલક ફરાર થયો હતો. ટેમ્પોનો ક્લિનર, પિકઅપનો ડ્રાઈવર અને ક્લિનર ત્રણ જણા એનસીબીના હાથે ઝડપાયા હતાં. એનસીબીની ટીમે ટેમ્પોને અને પિકઅપને કોસંબા પોલીસ સ્ટેશનને પાલોદ ચોકી લાવી ટેમ્પોમાં રાખેલ પાઈનેપલને હટાવી નીચેથી બોરીઓમાં ભરેલો ગાંજો મળી આવ્યો હતો.

પોલીસને ગાંજાની 17 ગુણ મળી હતી. જેનું વજન કરાવતાં અંદાજિત 500 કિલો હોવાનું જણાય આવ્યું હતું. જેની કિંમત અંદાજિત 50 લાખથી વધુની થાય છે. એનસીબીની ટીમે જથ્થો તેની સાથે ઝડપાયેલા ત્રણ ઈસમો વગેરેને લઈ ગાંધીનગર રવાના થઈ છે.

અન્ય સમાચારો પણ છે...