તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંગરોળ તાલુકાના પાલોદ ગામની હદમાં આવેલ કીમ ચાર રસ્તા વિસ્તારમાં ભરબપોરે કીમ ચાર રસ્તા ઓવરબ્રિજના પાલોદ ગામ તરફના છેડા પાસે બેંકમાં ઓફિસના રૂપિયા ભરવા જઈ રહેલા સેલ્સમેનને બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ ધક્કો મારી 5 લાખ રૂપિયા ભરેલ બેગ લઇને ભાગી છૂટ્યા હતાં. ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
કીમ ચાર રસ્તા પાસે પાલોદ ગામની સીમમાં ઓવરબ્રિજ પાસે આવેલા કોકો કોલા કંપનીના રાધે ડિસ્ટ્રીબ્યુટરના સેલ્સમેન અખિલેશ દુબે બાઇક નં (GJ-05HH-1444) લઈને પોતાની દુકાનની અંદર અંદાજિત 5 લાખ કેશ એક બેગમાં ભરી એક્સીસ બેંકમાં જમા કરાવવા માટે જઈ રહ્યો હતો ત્યારે એક નંબર વગરની બાઇક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ સરનામું પુછવાને બહાને અખિલેશની બાઈક રોકાવી ધક્કો મારી તેની પાસેથી બેગ છીનવી કીમ ચાર રસ્તા ઓવરબ્રિજ સુરત તરફ બ્રિજની ઉપરથી બાઈક લઈને ભાગી છૂટ્યા હતાં. ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટના સંદર્ભે ભોગ બનનારની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.
રેકી કરી ઘટનાને અંજામ અપાયાની શક્યતા
5 લાખની ચીલ ઝડપ સંદર્ભે અખિલેશ દુબે નિયમિત રૂપે પોતાની ડિસ્ટ્રીબ્યુટરની દુકાનમાંથી જમા થયેલ કેશ લઈને બેંકમાં જમા કરાવવા જતો હતો. અખિલેશ પાસે કેશ મોટા પ્રમાણમાં હોવાની જાણ કોઈ જાણભેદુ પાસે હોય અથવા અખિલેશની કોઈએ લૂંટના ઈરાદે રેકી કરી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું શક્યતાને નકારી શકાતી નથી. ઉપરાંત કોસંબા પંથકમાં ગત 2 માસમાં થયેલી લૂંટમાં પણ આ જ ટોળકી સંડોવાયેલી હોવાની શક્યતા હોવાનું નકારી શકાય તેમ નથી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.