તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મોટી નરોલીમાં ખાટકીના વાડામાંથી 400 કિલો માંસ ઝડપાયું, 10 ગૌવંશને ઉગારાયા

કોસંબા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થળ પરથી 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, 2 સામે પોલીસમાં ફરિયાદ

કોસંબા પોલીસે મોટી નરોલી ગામમાંથી મસ્જિદ ફળિયામાં રહેતા એક ખાટકીના વાડામાંથી કતલ કરવાને ઈરાદે લાવેલા 10 જેટલા ગોવંશ તેમજ 400 કિલો જેટલું ગૌમાંસ ઝડપી પાડ્યું હતું. કોસંબા પોલીસ સ્ટેશનના પાલોદ આઉટ પોસ્ટના એએસઆઈ દિલીપ બાગલે વગેરેને બાતમી મળી હતી કે મોટી નરોલી ગામ મસ્જિદ ફળિયામાં રહેતા ઈમ્તિયાઝ ઈકબાલ ચૌહાણ તેમજ ગામમાં રહેતા ફૈઝલ ફિરોઝ સૈયદ બંને ભેગા મળી ગેરકાયદે રીતે ગૌવંશ રાખી તેનું કતલ કરી ઓર્ડર મુજબ ઈમ્તિયાઝના મકાનના વાડામાં વેચાણ કરે છે.

આ ગૌમાંસ તેમજ ગૌવંશની તેઓ ડિલેવરી તેમજ ગૌવંશ લાવવા માટે બોલેરો પિકઅપ (GJ-19U-3141)નો ઉપયોગ કરતાં આવે છે. જે બાતમીને આધારે કોસંબા પીઆઈ તેમજ મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફ બાતમી વાળી જગ્યાએ પહોંચ્યો હતો. પોલીસને આવતાં જોઈ એક મકાનના વાડામાંથી બે ઈસમો ભાગવા લાગ્યા હતાં. જે બંને ઈસમોને પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ ઓળખી જતાં પોલીસે ઈમ્તિયાઝ અને ફૈઝલને ઊભા રહેવા બૂમ પાડી હતી. પરંતુ બને ત્યાંથી ભાગી છૂટ્યા હતાં. વાડામાં પહોંચતાં પોલીસને કતલ કરલે શંકાસ્પદ ગૌમાંસનો 400 કિલો જથ્થો મળી આવ્યો હતો.

આ ઉપરાંત પોલીસે વધુ તપાસ કરતાં 10 જેટલા જીવીત પશુઓનો કબજો લીધો હતો. જેમાં 8 વાછરડી, 1 વાછરડો અને 1 પાડી મળી આવી હતી. પોલીસે ગૌવંશ કતલ કરવા ઉપયોગમાં લેવાતા સાધનો, પિકઅપ વાન અને જીવીત ગૌવંશ મળી 4 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસે આ ગૌવંશને ગેરકાયદે રીતે લાવી કતલ કરવા માટે ફૈઝલ ફિરોઝ સૈયદ અને ઈમ્તિયાઝ ઈકબાલ ચૌહાણ વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો