તપાસ:ઉટિયાદરા પાસે ગણેશ વિસર્જન માટે નહેરમાં ઉતરેલા 4 તણાયાં : 3ને બચાવી લેવાયા,1 ગુમ

કોસંબા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાશ્કરો દ્વારા તણાયેલા તરસાડીના આધેડની શોધખોળ હાથ ધરવામાં આવી

તરસાડી નગરના હરિઓમ સોસાયટીમાં રહેતા રહીશો રવિવારે પાંચમા દિવસે ગણેશ વિસર્જન માટે નજીકમાં આવેલી ઉકાઈ જમણા કાંઠાની મુખ્ય નહેર ઉટયાદરા પાસે ગયા હતા. જ્યાં સાંજના સમયે વિસર્જન કરતી વેળા ચાર યુવકો નહેરના પાણીમાં મૂર્તિ વિસર્જન કરવા ઉતર્યા હતા. જ્યાં ચારેયનો પગ લપસી જતા તેઓ ઘસમસતા પ્રવાહમાં તણાયા હતા. આ જોતા તેમને બચાવવા કેટલાક યુવકો નહેરના પાણીમાં કુદયા હતા. ચાર પૈકી ત્રણ યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા.

જ્યારે એક 55 વર્ષના આધેડ નહેરના પાણીમાં તણાઈ ગયા હતા. જેમને શોધવાની હાલ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. તરસાડી નગરના હરિઓમ સોસાયટીમાં રહેતા સોસાયટીવાસીઓ બપોર બાદ સોસાયટીમાં મૂકવામાં આવેલ ગણેશ વિસર્જન કરવા ઉટયાદરા પાસેથી પસાર થતી જમણા કાંઠાની નહેર ઉપર પહોંચ્યા હતા. જ્યાં સોસાયટીના ચારથી પાંચ યુવકો ગણપતિ વિસર્જન કરવા માટે નહેરમાં ઉતર્યા હતા જ્યાં નહેરમા ચાર જેટલા યુવકોનું પગ લપસી જતા નહેરના ઘસમસતા પ્રવાહમાં તણાયા હતા.

આ જોઈ રહેલા કેટલાક યુવકોએ તરત જ નહેરના ઘસમસ્તા પ્રવાહમાં ઝંપલાવ્યું હતું અને ચાર પૈકી ત્રણ યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે હરિઓમ નગરમાં રહેતા 55 વર્ષના સતિષભાઈ રામુ ભાઈ પરમાર ને યુવકો બચાવી શક્યા ન હતા અને તે નહેરના પાણીમાં તણાઈ ગયા હતા. પાણીમાં ગુમ થયેલા સતિષભાઈને હાલ શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ઘટના સ્થળે કોસંબા પોલીસ લાસ્કરોની પણ મદદ લેવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...