તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંગરોલ તાલુકાના ધામડોદ પાસે હાઇવે પર ટ્રકને ઓવરટેક કરવાની લ્હાયમાં કાર ડિવાઇડર કુદી સામેના ટ્રેક પર જઇ 4 પલટી ખાઇ જતાં કારમાં સવાર 2નું મોત નીપજ્યું હતું.સુરત કતારગામ વિસ્તારમાં રહેતા જોનીભાઈ ભીખાભાઈ તાળા 13મી ફેબ્રુઆરીના રોજ સાંજના સાત વાગ્યાના સુમારે પોતાના મિત્રો નવાજ યાસીન (સુરત )તથા રિઝવાન રફીક રાજવાણી (ધોરાજી રાજકોટ) તેમજ પિયુષભાઈ કેશુભાઈ પોલરા (સુરત) સાથે પોતાના સાળાના માલિકીની ડિઝાયર કાર નંબર GJ 05 RB 8369 લઈને સુરતથી કચ્છ ગાંધીધામ જવા માટે નીકળ્યા હતા.
કારનુ ડ્રાઇવિંગ પિયુષભાઈ કેશુભાઈ કરી રહ્યા હતા, રાત્રિના અંદાજિત આઠ વાગ્યાના અરસામાં માંગરોળ તાલુકાના ધામણોદ ગામની સીમમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ગાડી સુરતથી અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે પિયુષભાઈ આગળ જતી એક ટ્રકની ઓવરટેક કરવા જતાં સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો, અને કાર હાઈવેની વચ્ચે આવેલ ડિવાઇડર કૂદીને અમદાવાદથી સુરત તરફ જતા ટ્રેક પર ચાર વખત પલટી મારી હતી. આ અકસ્માતમાં કાર ડ્રાઈવર સાઈડ વધુ પડતા અકસ્માતનો ભોગ બની હતી.
જેને કારણે ડ્રાઇવિંગ કરી રહેલા પિયુષભાઈને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમાટી ભર્યું મોત થયું હતું, જ્યાંરે ડ્રાઇવર સીટની પાછળ બેઠેલા રિઝવાન ભાઈ રફિકભાઈ રાજવાણી ગાડી પલટી મારી ગુલાટી ખાતા ગાડીની બહાર ફેંકાઇ ગયા હોવાથી ગંભીર ઇજાના કારણે તેમનું પણ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. ડ્રાઇવરની બાજુમાં ડાબી સીટ પર બેઠેલ નવાજભાઈ યાસિને સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે પાછળ બેઠેલ જાનીભાઈને પણ ઓછી વધતી ઇજા થઇ હતી. પોલીસેઇજાગ્રસ્તોને સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.