માંગરોળ તાલુકાના હથુરણ ગામે અડીને અંલકેશ્વરના પાનોલી રેલવે સ્ટેશને ડાઉન ટ્રેક પર 25000 કિલો વોલ્ટનો કેબલ તૂટી પડતાં ફાવર ફેલ થયો હતો. જેને કારણે અપ અને ડાઉન ટ્રેકની પાંચ ટ્રેનોને પાનોલી કોસંબા, સાયણ, અંકલે્શ્વર જેવા અલગ અલગ સ્ટેશનો ઉપર તેમજ ટ્રેક ઉપર અંદાજિત 3 કલાક 20 મિનીટ સુધી રોકી રાખવાની ફરજ પડી હતી. જેને કારણે હજારો મુસાફરો ટ્રેનો અને સ્ટેશનો પર અટવાયા હતાં. અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન ઉપર બુધવારની સવારે ડાઉન ટ્રેક પર 10 : 20 કલાકે 25000 વોટનો મેઈન ઓવરહેડ કેબલ આકરી ગરમીને કારણે તૂટી પડ્યો હતો.
જેને કારણે ડાઉન ટ્રેકનો ટ્રેન વ્યહવાર ખોરવાઈ ગયો હતો. જેને રિપેર કરવા માટે ઓએચઈ વાન સ્ટાફ સાથે ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી. બે કલાકથી વધુની મહેનત બાદ કેબલને રિપેર કરી તેને દુરસ્ત કરવામાં આવ્યો હતો. પરંતુ આ દરમિયાન કોસંબા હથુરણ અંકલેશ્વર, સાયણ, કીમ વગેરે રેલવે સ્ટેશનો ઉપર વિવિધ ટ્રેકનો જેવી બિકાનેર – યશવંતપુર, ગંગાનગર કોચુવલી, વિરાર-ભરૂચ, સિકંદરાબાદ – રાજકોટ વગેરે જેવી ટ્રેન 3ઃ20 કલાક સુધી થોભાવી રાખવી પડી હતી. જ્યારે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનને કોસંબા રેલવે સ્ટેશન પર અટકાવી દેવાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.