કાર્યવાહી:કીમ ચાર રસ્તા નજીક 2 યુવક 9 કિલો ગાંજા સાથે પકડાયા, રોકડા 27000 મળી કુલ 1.80 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

કોસંબા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંજા સાથે પકડાયેલા આરોપી. - Divya Bhaskar
ગાંજા સાથે પકડાયેલા આરોપી.

સુરત જિલ્લા એસઓજી દ્વારા બાતમી આધારે ગાંજો ખરીદી છૂટક વેચાણ કરતા ઈસમને તેમજ તેને ગાંજો કમિશનથી લાવીને આપનાર એમ બે ઈસમોને બાતમીને આધારે ઝડપી પાડી તેમની પાસેથી 9.800 કિલો ગાંજો બે બાઇક, રોકડા 27000 રૂપિયા કુલ 1.80 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગાજાના સપ્લાયને વોન્ટેડ જાહેર કરી કોસંબા પોલીસ સ્ટેશનમાં ત્રણે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

સુરત જિલ્લા એસઓજીની ટીમના વિરમભાઈ તેમજ આશીફખાનને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે અમરેલી ખાતે ગાંજાનો છુટક વેપાર કરનાર મુસ્તાફ હુશેન કચરા તેમજ ગાંજાને કમિશનથી વેચાણ કરનાર અફઝલ બસી ઐયાણી બને ઈસમો ગાંજાના જથ્થા સાથે કીમ ચાર રસ્તા વિસ્તારમા આવવાના છે. બાતમીને આધારે સરકારી પંચો વગેરેને સાથે રાખી એસઓજીની ટીમે કીમ ચાર રસ્તા ઝમઝમ રેસીડેન્સી શોપિગ સેન્ટરની સામેના વિસ્તારમાં ઘેરો ઘાલ્યો હતો. આ દરમિયાન બે મોટરસાઈકલ ઉપર બે ઈસમો આવી ચઢ્યા હતાં, જેમાંથી એક પાસે કાળી બેગ હતી. બાતમીદારો થકી બાતમી પાકી કરતા પોલીસે બંને ઈસમોને ઝડપી પાડ્યા હતાં.

જેમાથી એક ઈસમ પાસેથી બેગમાં પોલીસને શંકાસ્પદ ગાંજા જેવો વનસ્પતિ જન્ય પ્રદાર્થ મળી આવી આવી હતો. જે પ્રદાર્થની ચકાસણી કરાવતાં આ પ્રદાર્થ ગાંજો હોવાનું પુરવાર થતાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી. તેમની પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું હતુ કે અમરેલી ટાઉન જિ. અમરોલી રેવન પાનની ગલીમાં રહેતો મુસ્તાફ હુશેન કચરા (37) અમરેલી ખાતે ગાંજાનો છુટક વેચાણનો ધધો કરે છે, જેનો સંપર્ક કમિશનથી ગાંજો વેચનાર અફઝલ બસીર ઐયાણી સાથે થયો હતો. અને તેમના વચ્ચે ગાંજા સંબંધી સોદો થયો હતો.

જે સોદા અનુસાર મુસ્તાફ બાઇક નં (GJ-05SQ-5199) પર ગાંજો લેવા આવ્યો હતો. અફઝલ તેના મિત્રની મોટરસાઈકલ યામાફા એફ ઝેડ નં (GJ-05MC-8303) લઈને આવ્યો હતો અને અફઝલ સુરત ખાતે રહેતા ભગવાન નામના ઈસમ પાસેથી એક કિલોના 6000ના ભાવે ગાંજો લેવાનું નક્કી કર્યુ હતું. જેમાં એક કિલોએ 500 રૂપિયા કમિશન રાખી અફઝલે મુસ્તાફ હુશેન કચરા સાથે ગાંજાનો સોદો કર્યો હતો. જેમા અફઝલને ભગવાન નવી પારડી રાજ હોટલ પાસે આ ગાંજા ભરેલી બેગ આપી હતી. ત્યારબાદ આ બેગ અફઝલે મુસ્તાકને આપી હતી.

અફઝલે ભગવાનને ગાંજાના રૂપિયા આપ્યા હતાં જેથી ભગવાન નવી પારડી તાજ હોટલ પાસે થી જ રવાના થયો હતો, જ્યારે મુસ્તાક અને અફઝલ બંને પોતપોતાની મોટરસાઈકલ લઈને પાલોદ ઝમઝમ રેસીડેન્સી પાસે ભેગા થવાનું નક્કી કરીને નીકળ્યા હતા. જ્યાં ભેગા મળ્યા બાદ મુસ્તાક આ ગાંજો લઈને પોતાના ગામ અમરેલી જવાનો હતો. પોલીસે હાલ બંનેની ધરપકડ કરી તેમની પાસેથી 98500ની કિંમતનો 9.850 કિલોગ્રામ ગાંંજો, 10 હજારના મોબાઈલ, 45000ની બે મોટરસાઈકલ મળી કુલે 1,80,600થી વધુનો મુદ્દામાલ કબજે લઈ બંને ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ગાંજાની સપ્લાય કરનાર ભગવાનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...