તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પંક્ચર બનાવતાં ટેમ્પોમાંથી 2 લાખ રોકડ ભરેલા પાકીટની ચીલઝડપ

કોસંબા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 3 દિવસ પહેલા કીમમાં 5 લાખની ચીલઝડપ થઈ હતી

માંગરોળ તાલુકાના મોટા બોરસરા દરબાર હોટલની સામે આવેલા એસ્સાર પેટ્રોલપંપ પર પંક્ચર બનાવવા ઊભા રહેલા બિસ્કીટની એજન્સીના ટેમ્પોમાંથી બે લાખ રૂપિયાથી વધુ ભરેલ બેગની કેટલાક અજાણ્યા તસ્કરો ચીલ ઝડપ કરી લઈ ગયા હતાં. કીમમાં પોતાના ઘરમમાં પારલેજી વગેરે બિસ્કીટની એજન્સી ચલાવી આજુબાજુના વિસ્તારમાં બિસ્કીટના હોલસેલના સપ્લાયનો ધંધો કરતાં વેપારી ગૌતમભાઈ પ્રકાશભાઈ શાહ આખો દિવસ ઓદ્યોગિક વિસ્તારમમાં ફરીને રાત્રીના 9 વાગ્યાના અરસામમાં પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતાં ત્યારે ટેમ્પો ( જીજે 5 બીઝેડ 8635)ના ટાયરમાં પડેલું પંક્ચર બાનાવવા માટે કીમ માંડવી રોડ પર આવેલી દરબાર હોટલની સામે એસ્સારના પેટ્રોલપંપ પર પંક્ચરની દુકાને ઊભા રહ્યા હતાં. ટેમ્પોનું ટાયર ખોલવામાં વ્યસ્ત હતા. ત્યારે કેટલાક અજાણ્યા તસ્કરો ટેમ્પોનો કાચ તોડી ટેમ્પોમાં રાખેલ 2 લાખથી વધુ રોકડ રકમ ભરેલી બેગની ઉઠાંતરી કરી ગયા હતાં.

પોતાના ટેમ્પોમાંથી રૂપિયા ભરેલી બેગ કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી ગયા હોવાની જાણ થતાં વેપારીએ બૂમાબૂમ કરી હતી. ત્યાં લોકટોળુ ભેગુ થઈ ગયું હતું. થોડા દિવસ પહેલા જ કીમ ચાર રસ્તા પાસે આવેલા કોકોકોલાની રાધે ડિસ્ટ્રીબ્યુટરના સેલ્સમેન 5 લાખની રકડ રકમ ભરવા જઈ રહ્યો ત્યારે બે મોટરસાઈકલ પર આવેલા તસ્કરોએ તેને ધક્કો મારીને 5 લાખની ચીલઝડપના ગુનામાં પોલીસ હજુ કાગળ પરથી ધૂળ ખંખેરે તે પહેલા વધુ એક ચીલઝડપની ઘટનાથી વેપારી આલમમાં ચિંતાનું મોજુ ફેલાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો