તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જ્વેલર્સનું અપહરણ અને લૂંટના ગુનામાં 2ની ધરપકડ

કોસંબા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સસ્તા સોનાની લાલચે 22 લાખ લૂંટ્યા હતા

સુરતના કેટલાક માથાભારે ઇસમોએ ઉત્તરાખંડ દેહરાદૂનના એક સોના-ચાંદીના વેપારીઓને સસ્તા સોનાની લાલચ આપી સુરત બોલાવી પોતાના પૂર્વ આયોજિત કાવતરાનો ભાગ બનાવી વેપારી અને તેના મિત્રનું અપહરણ કરી તેને માંગરોળ તાલુકાના વેલાછા ગામે આવેલ ફાર્મ હાઉસમાં ગોંધી રાખી તેને માર મારી તેની બેન્કમાંથી ચેક તેમજ એટીએમ ના માધ્યમથી સોનાના દાગીના મળી 22 લાખથી વધુના ઓફર અને લૂંટના ગુનામાં સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા સંયુક્ત રહે બાતમીના આધારે ગુનામાં સામેલ એવા 2 ઇસમોને કામરેજના વેલંજાથી ધરપકડ કરી હતી.

તપાસમાં સુરત જિલ્લા ક્રાઇમબ્રાન્ચ તેમજ એસઓજીની ટીમે સંયુક્ત રહે પોતાની તપાસ આદરી હતી, જેમાં એસ.ઓ.જી.ના જગદીશભાઈને સૂચના મળી હતી કે આ ગુનામાં સામેલ કેવલ ભાઈ મનસુખભાઈ સાંગાણી અને સમર્થ ભાઈ હરેશભાઇ રાદડિયા કામરેજ તાલુકાના વેલંજા ચોકડી પર આવવાના છે. જે બાતમીના આધારે બંનેની ધરપકડ કરી હતી. પોલીસ પકડેલ કેવલ મનસુખભાઈ સાંગાણી બે વર્ષ અગાઉ પણ સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂનની કોશિશની ગુનામાં પકડાયેલા હોવાની માહિતી પોલીસને મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો