અપહરણ:કુંવરદામાં 14 વર્ષની કિશોરીને વિધર્મી યુવક ભગાડી ગયો, યુવક સામે કોસંબા પોલીસમાં ફરિયાદ

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના કુંવરદા ગામે કબિરવનમાંથી એક વિધર્મીયુવક 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી જતા કોસંબા પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. માગરોળ તાલુકાના કુંવરદા ગામે કબિરવન વિસ્તારમાં રહેતા શાહીલ મકસુદ કુરેશ ફળિયાની સગીરાને લગ્નની લાલચ આપી તારીખ 17મી એપ્રિલના સવારે 8.30 વાગ્યાના સુમારે ઘરેથી લલચાવી પટાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ લઈ ગયો છે.

સગીરાની તેના પિતા અને સગા સંબંધીને ત્યાં તપાસ કરતાં સગીરા ન મળી આવતાં સગીરાના પિતાએ વિધર્મિયુવક વિરુદ્દ ફરિયાદ નોંધાવી છે. સગીરાએ લાલ કલરની કૂર્તી તથા કમરમા લાલ રંગની લેગિગ પહેરેલી છે. શરીરે ઘઉં વર્ણી લાબા વાળ અને ગોળ મો ધરાવતી સગીરાની જાણ થતાં કોસંબા પોલીસને જાણ કરવા જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...