ધરપકડ:ઓલપાડ લઇ જવાતો 14 લાખનો દારૂ કોસંબા પાસેથી પકડાયો

કોસંબા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી

સુરત જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોસંબા પાસેથી નેશનલ હાઇવે નંબર 48 ઉપર અમદાવાદથી મુંબઈ તરફ જતા રોડ ઉપર બાતમીના આધારે ઓલપાડ લઈ જતો 13 લાખની કિંમતનો દારૂનો જથ્થો ટ્રક કુલ મળી 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો દારૂ સાથે બેની ધરપકડ કરી દારૂ મંગાવનાર મોકલનારને વોન્ટેડ જાહેર કરાયા હતા.

જિલ્લા ક્રાઈમ બ્રાન્ચના અજયભાઈ તેમજ જગદીશભાઈને બાતમી મળી હતી કે ટ્રક નંબર GJ.10.W. 6147માં દારૂ મોટા પ્રમાણમાં આવી રહ્યો છે. જેથી હાઇવે ઉપર વોચમાં હતા ત્યારે બાતમી વાળી ટ્રક આવી પહોંચતા આંતરી ઉભી રાખી તપાસ કરતા ટ્રકમાં બેઠેલા બેને ટ્રકમાંથી ઉતારી તેમને ટ્રકના પાછળના ભાગમાં તપાસ કરતા પ્લાસ્ટિકના કચરાની આડમાં દારૂ મળી આવ્યો હતો. પોલીસે ચાલક રોનક જગદીશચંદ્ર પટેલ રહેવાસી ચીખલી નવસારી તેમજ તેની સાથેના નિલ દિનેશ ભાવસારને દારૂના જથ્થા અંગે પાસ પરમીટ વગેરેની માંગણી કરતા તેની પાસે કશું કોઈપણ પાસ પરમીટના હોવાનું જણાવી હતો. ગણતરી કરતા પોલીસને 139100ની કિંમતની 7980 નંગ બોટલ મળી આવી હતી.

પોલીસે ટ્રકના ચાલક રોનકને આ અંગે તપાસ કરતા દારૂનો જથ્થો તેણે સેલવાસ અને દમણમાં રહેતા સદ્દામ અને વેદ પ્રકાશ ઉર્ફે શાહરૂખ શર્મા નામના બે ઈસમોએ આપ્યો હતો. આ દારૂ ઓલપાડ તાલુકાના કમરોલી ગામ ખાતે રહેતા અશ્વિન પટેલને આપવાનો હોવાનું જણાવ્યું હતું. આ દારૂ આ લોકો સેલવાસ નીકળી નાસિક દુનિયા થઈ નંદુરબારથી અંકલેશ્વર થઈ લઈ જવાના હતા. પોલીસે ટ્રક ચાલક રોનક તેની સાથેના નીલ લીલી ધરપકડ કરી હતી, જ્યારે આ દારૂ મોકલનાર સદ્દામ અને વિવિધ પ્રકાશને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે સાત લાખ રૂપિયાની ટ્રક મળી કુલ મળીને 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...