તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:તરસાડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 13 જૂના ચહેરા કપાયા

કોસંબા22 દિવસ પહેલા
 • કૉપી લિંક

તરસાડી નગર પાલિકાની આગામી 28 મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. તેમાં ૩ ટર્મ થઈ ચૂંટાઇને આવતા,તેમજ 60 વર્ષથી વધુ અને કેટલાક ચાલુ કોર્પોરેટર કુલ મળી 13 ની ટીકીટ કાપી નાખવામા આવી છે. જેમના સ્થાને નવા ચહેરાને સ્થાન આપવા માં આવ્યુ છે. જ્યારે કૉંગ્રેસના બે પૂર્વ સભ્યને પણ ટીકીટ આપવામાં આવી છે. તરસાડી નગરપાલિકાના વોર્ડ 1 માં જુના 3 કોર્પોરેટર ને કાપવામાં આવિયા છે,

જેમાં દેવેન્દ્રસિંહ ચૌહાણ સતત 3 ટર્મ થી ચૂંટાતા આવતા હોય તેમની સાથે બે જૂની મહિલા કોર્પોરેટર રંજન બેન તેમજ મનીષા બેન ટીકીટ આપવા માં આવી નથી. વોર્ડ નંબર 2 માં 60 વર્ષ થિ વધુ ઉમર ધરાવતા મોહન ભાઈ દેસાઈ તેમજ ઉષા બેન કપાય છે. વોર્ડ 3 જેમાં મુસલમાન બહુમતી ધરાવતો વિસ્તાર હોય, જ્યાં કૉંગ્રેસના બે પૂર્વ કોર્પોરેટર ગુલામ ભાઈ અને અબ્દુલ ખાલીકને મેદાન માં ઉતારવામાં આવિયા છે, આજ વોર્ડ ની ચાર બેઠકો પર કૉંગ્રેસનો કબજો છે. વોર્ડ 4 માં પૂર્વ પ્રમુખ પ્રફુલભાઈ પટેલનું નિધન થતા તેમાંના બદલે નવો ઉમેદવાર, જ્યારે રમીલા બેન પ્રજાપતિને જગ્યા એ નવો ઉમેદવાર ઉતારવામાં આવ્યો છે.

ભાજપ દ્વારા તરસાડી નગરપાલિકાની યાદી

વોર્ડ નં. 1
ભાજપ દ્વારા તરસાડી નગરપાલિકાની યાદી
1) હેતલ નીતિનકુમાર પરમાર
2) મીનાબહેન બળવંતસિંહ ચૌહાણ
3) બાબુભાઈ સોમાભાઈ વસાવા
4) હરેશકુમાર અમૃતભાઈ પટેલ

વોર્ડ નં. 2
1) ચંપાબહેન બાબુભાઈ વસાવા
2) મોહિનીબહેન નીતિનભાઈ પરમાર
3) પ્રકાશકુમાર ગોમાનભાઈ વસાવા
4) રમેશભાઈ દેવજીભાઈ વસાવા

ભાજપ દ્વારા તરસાડી નગરપાલિકાની યાદી1) રૂબીના યુનુશ કુરેશી 2) સલમાબીબી શબ્બીરશાહ શાહ 3) અબ્દુલ ખાલીક બશીરભાઈ શેખ 4) ગુલામભાઈ સલીમભાઈ પઠાણ

વોર્ડ નં. 4
1) પ્રવીણાબહેન મુકેશકુમાર પટેલ
2) મીનાક્ષીબહેન દીપકભાઈ શાહ
3) સતીષભાઈ બળવંતભાઈ પરમાર
4) હરદિપસિંહ રાજેન્દ્રસિંહ અટોદરિયા

વોર્ડ નં. 5
1) ચેતનાબહેન રમેશભાઈ મનાણી
2) પન્નાબહેન કિરીટસિંહ વશી
3) શૈલેશભાઈ વેલજીભાઈ ગાંગાણી
4) જયદિપકુમાર નટવરલાલ નાયક

વોર્ડ નં. 6
1) કપિલાબહેન પ્રભાતભાઈ પરમાર
2) ભાવનાબહેન મયુરધ્વજસિંહ ચૌહાણ
3) વિજય છત્રસિંહ વસાવા
4) કર્મવીરસિંહ જગતસંહ દોડિયા

વોર્ડ નં. 7
1) ટીનુબહેન મહેશભાઈ વસાવા
2) કલ્પનાબહેન નરેશભાઈ પટેલ
3) હાર્દિકકુમાર સુરેશભાઈ રાણા
4) વિશાલકુમાર મોહનભાઈ દેસાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો