તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન ઠગાઈ:ફોનમાં એનીડેક્સ એપ ડાઉનલોડ કરાવી ખાતામાંથી 1.10 લાખ ટ્રાન્સફર કરી લેવાયા

કોસંબા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુગલ પરથી મળેલા કસ્ટમરકેસ નંબરમાં વાત કરતા ભેરવાયો

તરસાડીના યુવકને ઠગોએ વાતમાં ફસાવી તેની પાસે મોબાઈલમાં એનીડેક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના ખાતામાંથી 1.10 લાખ રૂપિયા ઓનલાઈન ઠગાઈ કરી છે. તરસાડીના એક યુવકને ખાનગી સિડ્યુલ બેંકમાં લોન ચાલતી હોય. લોનની મુદત પડતા બેંકમાં વધારાનો હપ્તો કપાઈ ગયો હતો. જેને રિફંડ મેળવવા યુવકે ગુગલ પરથી બેંકનો કસ્ટમરકેસ નંબર મેળવી ડાયલ કર્યો હતો. એક બે રીંગ વાગ્યા બાદ ફોન કટ થયો હતો.

તુરંત જ થોડીવારમાં સામેથી બેંક અધિકારી તરીકે યુવકે ફોન કરી સમસ્યા જાણ્યા બાદ મોબાઈલમાં એનીડેક્સ નામનું સોફ્ટવેર ડાઉનલોડ કરવા સૂચના આપી હતી. જેથી યુવકે એપ્લિકેશન ડાઉનલોડ કરી કોડ ઠગને આપ્યો હતો. ત્યારબાદ ઠગના જણાવ્યા પ્રમાણે યુવકે બેંક આઈડી અને પાસવર્ડ મોબાઈલમાં નાંખ્યો હતો. જેના થોડા સમયમાં યુવકના ખાતામાંથી પૈસા કપાતા હોવાના એસએમસ આવતાં યુવકને અંદાજ આવી ગયો હતો કે કોઈ મને છેતરી ગયું છે. જે અંગે યુવકે મિત્રને જાણ કરી મિત્રની સૂચના મુજબ કંટ્રોલ રૂમ 100 નંબર પર ફરિયાદ કરી હતી.

પોતાની સ્થાનિક બેંકમાં જાણ કરી હતી. સમયસર જાણ કરવાથી યુવકના ખાતામાંથી ટ્રાન્સફર થયેલા 1.10 લાખ પૈકી 30 હજારનું ટ્રાન્ઝેકશન અટકાવી દેવાયુ હતું. અને જે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા છે તે ખાતાને ફ્રીઝ કરવાની કાર્યવાહી પોલીસ અને બેંક દ્વારા કરવામાં આવી હતી.

આ રીતે ઠગાઇમાં એનીડેસ્ક ઉપયોગ કરાયો
એનીડેક્સ રિમોટ સોફ્ટવેર એવા પ્રકારની એપ્લેકેશન હોય છે કે એપ ઈન્સોટલ કરવામાં આવે અને એપમાં રહેલ કોડ એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં નાંખવામાં આવે તો એક મોબાઈલથી બીજા મોબાઈલને ઓપરેટ કરી શકાય છે અને સામેવાળાના મોબાઈલના તમામ ડેટા અન્ય મોબાઈલ જોઈ શકાય છે. સોફ્ટવેરનો ફાયદો ઠગ ટોળકી ઉઠાવે છે.

ઓનલાઈન ઠગાઈનો ભોગ બને તો શું કરવું
જો કોઈ વ્યક્તિ તમને એનીડેક્સ અથવા અન્ય ઓટીપીના માધ્યમથી તમારા ખાતામાંથી રૂપિયા સેરવી લે તો તેની જાણ 100 નંબરના પોલીસ કંટ્રોલ રૂમમાં કરી શકો છો. આવા પ્રકારના કિસ્સામાં સ્પેશિયલ સાયબર સિક્યુરીટી સેલ અમદાવાદ ખાતે બનાવવામાં આવ્યું છે. જે ટીમના માણસો તાત્કાલિક એક્સનમાં આવી ભોગ બનનાર તેમજ છેતરપિંડી કરનારના ખાતા તાત્કાલિક અસરથી બંધ કરી દેતા રૂપિયાની ચોરી થતાં અટકાવે છે.

અન્ય સમાચારો પણ છે...