કાર્યવાહી:હથુરણ ગામની સીમમાંથી 10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

કોસંબા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મધ્યરાત્રે નહેર પાસે કાર્ટિંગ થતું હતું ત્યારે પોલીસ ત્રાટકી

કોસંબા પોલીસે હથુરણ ગામની સીમ નહેર પાસેથી 10 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. મળતી વિગતો મુજબ કોસંબા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ હિમાંશુભાઈને બાતમી મળી હતી કે હથુરણ ગામ થી ધામદોડ ગામ તરફ જતા ઉપર આવેલી નહેર ની ખુલ્લી જગ્યામાં એક ટેમ્પામાંથી અન્ય વાહનોમાં વિદેશી દારૂના જથ્થા નું કટીંગ થઈ રહ્યું છે અને એ જથ્થો સગેવગે થાય તેવી તૈયારીમાં છે. જેથી બાતમી વાળી જગ્યાએ કોસંબા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચી જતા રાત્રિના અંધારા માં ટેમ્પો નંબર mh 43 ad 3002 ભરેલો વિદેશી દારૂનો જથ્થો અન્ય ચાર ફોરવિલ ગાડી માં પાર્ટી થઈ રહ્યો હતો અને કેટલાક લોકો ટેમ્પામાંથી બોક્સ ઉચકી જમીન પર અને અન્ય વાહનો માં મૂકી રહ્યા હતા.

જેથી આ ઈસમોને પકડવા માટે પોલીસે કોર્ડન રચી રેડ મારી હતી પોલીસને જોઇને આ શોમાં ભાગદોડ મચી ગઈ હતી અને અંધારાનો લાભ લઇ કેટલાક ઇસમો ખેતીવાડી તરફ નાસી છૂટયા હતા જ્યારે ત્યાં એક ઈસમ નામે મોહમ્મદ સકિલ રફીક સૈયદ રહેવાસી પાનોલી અંકલેશ્વર પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો પોલીસે ત્યાંથી એક વરના કાર , સ્વીફ્ટ કાર ઈનોવા કાર ઇકો કાર કુલ મળી ચાર ફોરવીલ કાર ને જપ્ત કરી હતી પોલીસે કારમાં લાદી વિદેશી દારૂનો જથ્થો તેમજ ટેમ્પા માં રહેલ વિદેશી દારૂના જથ્થાની ગણતરી કરતા પોલીસને કૂલ 1047600 ની કિંમતનો 8 316 નંગ બોટલનો તો મળી આવ્યો હતો પોલીસે પોલીસે ચાર કાર ટેમ્પો અને વિદેશી દારૂનો જથ્થો કુલ મળીને 41 લાખ ઓગણસાઠ હજાર નો મુદ્દામાલ જપ્ત કરી દારૂ મોકલનાર દમણના બાબુ તેમજ ભાગી છૂટેલા ચાર ગાડીના ડ્રાઈવરને જેમાં સ્વિફ્ટ ગાડીના ચાલક લખુભાઇ વસાવા ઇનોવા ગાડીના ચાલક દશરથભાઈ વસાવા ઈકો ગાડીના ચાલક વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

અન્ય સમાચારો પણ છે...