રેસ્ક્યુ:ધામરોડ પાસે ટેમ્પોને રોકી 10 ગૌવંશને ઉગારી લેવાયા

કોસંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝંખવાવના 2 ઇસમોની અટક કરાઇ

કોસંબા પોલીસે ગૌરક્ષકો દ્વારા નેશનલ હાઈવે નં 48 પર ઝંખવાવથી ભરૂચ જઈ રહેલો પાંચ ગાયો અને પાંચ વાછરડા ભરેલો પિકઅપ ટેમ્પો માંગરોળ તાલુકાના ધામરોડ ગામની સીમમાંથી ઝડપી પાડી બે જણાની ધરપકડ કરી છે. પોલીસે 65 હજારની કિંમતના પશુઓ સહિત 2.65 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ ગુરુવારના રોજ સવારે કોસંબા અને સુરતના ગૌરક્ષકોએ નેશનલ હાઈવે નં 48 પર સુરતથી અમદાવાદ તરફ જતા રોડ પર પિકઅપ ટેમ્પોમાં ગેરકાયદે રીતે કતલખાને લઈ જવાતા ગાયો અને વાછરડાને માંગરોળ તાલુકાના ધામરોડ ગામની સીમમાંથી ઝડપી પાડ્યા હતાં.

જે અંગેની જાણ કોસંબા પીઆઈ પી. વી. પટેલને કરવામાં આવતાં કોસંબા પોલીસે ગૌરક્ષકોએ ઝડપી પાડેલા ટેમ્પોને કબજે લઈ ટેમ્પાના ચાલક અયુબ આલમ મુલતાની અને તેની સાથે બેઠેલ રઈસ ગફુલ મુલતાની (રહે. ઝંખવાવ, માંગરોળ)ની ધરપકડ કરી હતી. બંને સામે ગુનો નોંધી ટેમ્પોમાં ખીંચોખીચ ભરેલ 5 ગાય અને 5 વાછરડાની કિમત 65000 તેમજ 2 લાખ રૂપિયાની પિકઅપ કુલ મળી 2,65,000નો મુદ્દામાલ કબજે લઈ ગાયો મોકલનાર અને મંગાવનાર બંને અજાણ્યા ઈસમોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...