તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવૃતીનું જીવન વૃક્ષોની માવજતમાં:વર્ષો પ્રદુષિત વિસ્તારમાં નોકરી કરી જેથી પર્યાવરણની કદર થઇ

કિમ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
વૃક્ષારોપણને જીવનમંત્ર બનાવનારા કીમના પ્રકૃતિપ્રેમી વડીલ. - Divya Bhaskar
વૃક્ષારોપણને જીવનમંત્ર બનાવનારા કીમના પ્રકૃતિપ્રેમી વડીલ.

ઓલપાડના કીમમાં રહેતા અને જગદીશભાઈ પટેલ એક રિટાયડ પ્રાથમિક શિક્ષક છે. તેઓએ સચિન જીઆઇડીસી નજીક ગભેણી ગામે 15 વર્ષ અને કીમ જેવા જીઆઇડીસી વિસ્તારમાં 20 વર્ષ આમ 35 વર્ષ પ્રદુષણ વાળા ઔદ્યોગિક વિસ્તારમાં નોકરી કરી હતી. જેથી સ્વાસ્થ્ય સાથે પર્યાવરણ જાળવણી જગદીશભાઈનો મુખ્ય ધ્યેય બન્યો હતો.

ફેક્ટરીઓનો ધુમાડો, કેમિકલ યુક્ત પાણી સાથે વિસ્તારમાં પર્યાવરણની ખરાબ દશા જોઈ. ત્યારથી તેઓને થયું કે વૃક્ષ જ પ્રદુષણને નાથી પર્યાવરણને બચાવવામાં મહત્વનું છે.એમણે નોકરી દરમિયાન વૃક્ષ હજારોની સંખ્યામાં રોપાવ્યા. નિવૃત થયા પછી પણ કીમ પ્રા.શાળામાં વૃક્ષ ઉછેર સાથે ધ્વજવંદન કરવા આવનાર પાસે વૃક્ષ રોપણ કરાવે અને છોડનો વિકાસ થાય, ત્યાં સુધી પોતે જાતે જઇ મીનરલ પાણી પીવડાવી જતન કરતા આવ્યા છે.

મૃતકને ત્યાં પહોંચી સ્મૃતિમાં વૃક્ષનું વાવેતર કરાવે છે
જગદીશભાઇ મિત્ર, સ્વજનના જન્મદિને એક છોડ આપી શુભેચ્છા પાઠવે છે. કોઇનું મૃત્યુ થાય તો એક છોડ લઈ જાય અને મૃતકની સ્મૃતિમાં રોપાવે છે. ઉપરાંત દરિયાઇ વિસ્તારમાં આવેલા તેમના વતન સમલીગામ (હાંસોટ)માં 80 પીપળાના છોડ રોપ્યા હતા. ઉપરાંત પુલવાના શહીદ જવાનોની યાદમાં પણ 43 વૃક્ષોનું વાવેતર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો