તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘સ્ત્રી સશક્તિકરણ-2021’ કપ:મહિલા દિને ઓલપાડમાં વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ

કીમ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટુર્નામેન્ટની વિજેતા મહિલા ટીમના સભ્યોને ટ્રોફી આપી સન્માન કરાયું હતું - Divya Bhaskar
ટુર્નામેન્ટની વિજેતા મહિલા ટીમના સભ્યોને ટ્રોફી આપી સન્માન કરાયું હતું
  • ‘સ્ત્રી સશક્તિકરણ-2021’ કપ માટે પ્રાથમિક શિક્ષિકાઓની 4 ટીમો વચ્ચે ખેલાઇ જંગ

આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે 8મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. મહિલાદિન નિમિત્તે મહિલા ઉત્થાન અને સન્માનના શુભ હેતુસર ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન HNV ક્રિકેટ ગ્રાઉન્ડ,માસમા ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતી શિક્ષિકા બહેનોએ ઉત્સાહ અને ગૌરવભેર ભાગ લીધો હતો. ‘સ્ત્રી સશક્તિકરણ કપ - 2021’ નામક આ ટુર્નામેન્ટ કુલ ચાર ટીમો વચ્ચે રમાડવામાં આવી હતી.આ ટૂર્નામેન્ટની પ્રથમ લીગ મેચ મિતાલીરાજ ઇલેવન અને જુલન ગૌસ્વામી વચ્ચે રમાઇ હતી, જે મેચ મિતાલીરાજ ઇલેવને 10 વિકેટે જીતી હતી. જ્યારે બીજી લીગ મેચ હરમનપ્રીત કૌર ઇલેવન અને દીપ્તિ શર્મા ઇલેવન વચ્ચે રમાઇ હતી, જે મેચ હરમનપ્રીત કૌર ઇલેવને 14 રને જીતી હતી.

સદર ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મિતાલીરાજ ઇલેવન અને હરમનપ્રીત કૌર ઇલેવન વચ્ચે રમાઇ હતી. મિતાલીરાજ ઈલેવને 6.2 ઓવરમાં વિના વિકેટે 79 રન બનાવી વિજય મેળવ્યો હતો. ફાઇનલ મેચમાં વુમન ઓફ ધ મેચ અને બેસ્ટ બેટ્સવુમન નેહલ મહિડા તથા બેસ્ટ બોલર અને બેસ્ટ ફિલ્ડર તરીકે મૃણાલિની પટેલ ઘોષિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...