તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:2 કરોડનો વેરો બાકી હોવાથી કીમ પંચાયતે રવિવારે પણ ઉઘરાણી પર નીકળવું પડ્યું

કીમ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાકીદારોને ત્રણ દિવસની વેરો ભરવાની કડક સૂચના આપવામાં આવી

કીમ ગ્રામ પંચાયતમાં અંદાજે બે કરોડથી વધુનો વેરો બાકી હોઈ ત્યારે રવિવારે રજાના દિવસે પણ ચાલુ રાખી ખુદ સરપંચ પણ જોડાઈ લોકોને વેરો ભરવા અપીલ કરતા જોવા મળ્યા હતા. ઓલપાડ તાલુકામાં આવેલ કીમ ગ્રામ પંચાયત એટલે નગરપંચાયત સમકક્ષ ગામ ગણાય છે.હાલ તમામ વેરાઓ મળી અત્યાર સુધી 2 કરોડ જેટલી માતબર રકમનો વેરો સરકારી ચોપડે બાકી બોલી રહ્યો છે.જેના કારણે ગામના વિકાસકામોની ગતિ અટકી પડેલી જોવા મળે છે.

અનેકવાર પંચાયત દ્વારા વેરા ભરવા બાબતે બાકી વેરાધારકો ને જાણ કરાઈ છે છતાં એમાં સફળતા મળી નથી. ત્યારે છેલ્લા એક સપ્તાહથી આ બાબતે સભાન બનેલ પંચયત સત્તાધીશો હરકતમાં આવ્યા છે.અને કડકરીતે ગામમાં વેરાની વસુલાત ચાલી રહી છે.ત્યારે આજે રવિવાર હોવા છતાં કીમના સરપંચ શૈલેષ મોદી ખુદ પંચાયતના કર્મચારીઓ સાથે કીમ બજારમાં વેરા ઉઘરાણીમાં જોડાયા હતા અને વેરો ભરવા અપીલ કરી હતી.જેના લીધે રવિવાર છતાં બપોર સુધીમાં પંચાયત દ્વારા લગભગ 1 લાખ જેટલો વેરાની વસુલાત કરવામાં આવી હતી.બાકી લેણદારોને દિવસ ત્રણમાં વેરો ભરી જવા કડકપણે સૂચના પણ આપી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...