તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ગ્રામજનોએ પૂછ્યું, રેતીખનન મુદ્દે શું પગલા ભર્યા તો ધારાસભ્યએ કહ્યું, આ રજૂઆતનો સમય નથી

કીમ-ઓલપાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુડસદની ચૂંટણી સભામાં વિરોધ થતાં નેતાએ ચાલતી પકડી

જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પ્રચારમાં કુડસદ પહોંચેલા ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ પડતર પ્રશ્નો અંગે ગ્રામજનોના રોષનો સામનો કરવો પડ્યો હતો, જેથી ભાષણ પૂરું થતાં જ ધારાસભ્ય મુકેશ પટેલે સભા સ્થળેથી ચાલતી પકડી હતી. આ ઉપરાંત બેનરો ઉપર મુકેશ પટેલના ફોટા ઉપર સ્યાહી ચોપડવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું.

ઓલપાડ તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓનો ભાજપ-કોંગ્રેસ સહિત પાર્ટીઓનો ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે કીમ નજીકના કુડસદ ગામે ચૂંટણી પ્રચાર અર્થે પહોંચેલા ઓલપાડ ધારાસભ્ય લોકરોષનો ભોગ બનતા તુરંત સભા સ્થળેથી ચાલતી પકડી હતી. કુડસદ સભા સ્થળે ધારાસભ્ય મુકેશ પટેલ ભાષણ પૂરું કર્યું કે તરતજ કેટલાક ગ્રામજનો વિવિધ પડતર પ્રશ્નો સાથે ગેરકાયદે માટીખનન બંધ કરવા અંગે કોઈ નક્કર કાર્યવાહી ન થતા રોષે ભરાયા હતા અને ધારાસભ્યનો ઉઘડો લીધો હતો. જોકે આ મુદ્દે ધારાસભ્ય પણ તુતું મેમે પર ઉતરી આવ્યા હતા. પરિસ્થિતિ પારખી ગયેલા ધારાસભ્ય સત્વરે ત્યાંથી પોબારો ભણી ગયા હતા.

વિગત મુજબ અંત્યંત બિસમાર કુડસદ-શેખપુર માર્ગના નવીનીકરણમાં માત્ર ચૂંટણી સમયે માર્ગ બનાવવાનું વચન આપી બાદમાં આ પ્રશ્ને દુર્લક્ષ સેવાતા આજદિન સુધી માર્ગ ન બનતા રોષ જોવા મળ્યો હતો. ઉપરાંત નહેરની હલકી ગુણવતા અંગે પણ કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા નારાજ ગ્રામજનોએ રીતસરનો ધારાસભ્યનો ઉઘડો લીધો હતો, જેથી તેઓએ ત્યાંથી ચાલતી પકડતા લોકોએ ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

અમે કોઇ પાર્ટીના સમર્થક નથી
ધારાસભ્યએ આ સમગ્ર વિરોધની ઘટના પાછળ સીધેસીધો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો. જોકે આ અંગે વિરોધ કરનારાઓએ જણાવ્યું હતું અમે કોઈ રાજકીય પક્ષના સમર્થક નથી. અમારી ફેસબુક પ્રોફાઈલ ખોલી જોઈ શકો છો પણ ધારાસભ્ય પોતે ઉઘાડા ન પડી જાય એ માટે કોંગ્રેસના માથે ઠીકરું ફોડે છે તેમ વિરોધ કરી રહેલ લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.

તેઓ દાદાગીરી કરી જતાં રહ્યા
મુકેશભાઈનું ભાષણ પૂરું થયા બાદ અમે ગ્રામજનોએ ગામમાં ગેરકાયદે માટી ખનન મુદ્દે કલેકટર અને ભૂસ્તર વિભાગને પણ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ઉપરાંત વર્ષોથી ખખડધજ કુડસદ-શેખપુર માર્ગ અને નહેર નવીનીકરણમાં ગુણવત્તા વિનાના કામ અંગે પણ રજૂઆત કરી હતી.પરંતુ તેઓએ ‘રજૂઆતનો આ યોગ્ય સમય નથી’. તેમ કહી દાદાગીરી કરી જતા રહ્યા હતા. > ચિંતન પટેલ, જાગૃત નાગરિક

સભા બગાડવા કોંગ્રેસનું ષડયંત્ર
આજે કુડસદમાં ચૂંટણી સભા હતી. સભા શાંતિથી પૂર્ણ થયા બાદ નીચે કોંગ્રેસના ચારેક લોકો ઉભા હતા. સભા સારી જતાં એ લોકોથી જોવાયું નહિ. વિરોધનો મોકો જોઈતો હતો. મારી પાસે આવી માટીખનન બાબતે મગજમારી કરતા આ સંદર્ભે જરૂરી વાત કરી હતી પણ તાલુકામાં કોંગ્રેસને કોઈ ઉમેદવાર પણ મળતા નથી, જેથી સભા બગડવાનું કોંગ્રેસનું ષડયંત્ર છે, જે આજે બહાર પડ્યું હતું. > મુકેશ પટેલ, ધારાસભ્ય ઓલપાડ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો