તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલેન્ટાઈન ડે:આજે ઉદ્યોગપતિ બન્યા પણ જ્યાં દસ સુધી ભણ્યા એ માતૃ સંસ્થાને માતબર દાન અર્પણ

કીમ22 દિવસ પહેલાલેખક: દત્તરાજસિંહ ઠાકોર
 • કૉપી લિંક
 • પ્રિયસી, પત્ની, માતાપિતા સાથે માતૃ સંસ્થાને પણ પ્રેમ કરી શકો એજ વેલેન્ટાઈન ડે

આજે વિશ્વ સહિત ભારતમાં વેલેન્ટાઈન ડે એટલે કે પ્રેમના દિવસ તરીકે ઉજવવામાં આવશે. પ્રેમ માત્ર યુવક યુવતીઓ એટલેકે જુવાન હૈયા પૂરતો સીમિત ન કરતા પ્રેમ અલગ અલગ રીતે અલગ વ્યક્તિને આપી શકાય એ પછી પ્રિયસી,પત્ની,માતા-પિતા,ભાઈ-બહેન વિગેર કે પછી જ્યાં ભણ્યા હોઈ એ માતૃ સંસ્થા સાથે પણ પ્રેમ હોય શકે. ત્યારે મૂળ કીમ અને હાલ સુરત સ્થાયી થયેલા ટેક્સટાઇલ ઉદ્યોગપતિએ જ્યાં શિક્ષણ લીધું એ માતૃ સંસ્થાને માતબર દાન આપી ખરો વેલેન્ટાઈન ડે માતૃ સંસ્થાને દાન અર્પણ કરી ઉજવ્યો કહી શકાય.

ઓલપાડ તાલુકાના કીમ ગામે છેલ્લા 75 થી વધુ વર્ષથી કીમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત છે.જે શાળા,કોલેજ દ્વારા બાળકોમાં શેક્ષણિક સાથે સાથે અન્ય સર્વાંગી શિક્ષણ વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન કરે છે. અહેવાલ વાંચતા વાચકોને એમ થાય કે એક તરફ વેલેન્ટાઈન ડે અને બીજી તરફ આ કીમની શિક્ષણ સંસ્થા વાત કઈ સમજમાં આવતી નથી.પણ વાત એ છે કે કીમમાં રહીને કીમ એજ્યુકેશન સોસાયટીની શાળામાં વર્ષો પૂર્વે ધોરણ 10 ભણી એક વિદ્યાર્થી રૂપિયા 500ની નોકરીથી શરૂઆત કરી આજે સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગપતિ બની ત્યાં સ્થાયી થયા છે.

2021ના વર્ષમાં 50 વર્ષ પૂર્ણ કરે છે ને લગ્નજીવનના 25 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે દીકરાઓ સાથે વેલસેટ એવા મૂળ કીમ અને હાલ સુરત રહેતા હેમલ વદનભાઈ તમાકુવાળા તેમના જીવનસાથી કેજલ હેમલભાઈ તમાકુવાળાને સાથે પોતાની માતૃ શિક્ષણસંસ્થા કીમ એજ્યુકેશન સોસાયટીમાં પધાર્યા હતા. સમગ્ર વિશ્વ અને ભારતમાં વેલેન્ટાઈન ડે આજે ઉજવાશે પરંતુ વેલેન્ટાઈન ડે ની પૂર્વ સંધ્યાએ ઉપરોક્ત હેમલભાઈ અને તેમની પત્ની કેજલબેને માતૃસંસ્થાની મુલાકાત લઈ સંસ્થાને માતબર દાન અર્પણ કર્યું હતું. ત્યારે આજે વેલેન્ટાઈન ડે એટલે કે પ્રેમના પ્રતીક તરીકે ઉજવીએ છીએ ત્યારે માતૃ સંસ્થાને માતબર દાન આપી માતૃ સંસ્થાને પ્રેમ કરી શકાય.

રૂબરૂ વણમાંગ્યું દાન અર્પણ કરી ગયા
પૂર્વ વિદ્યાર્થી હેમલભાઈ દસમું પાસ થઈ કીમ એજ્યુ. સોસાયટીમાંથી નીકળી 500 રૂપિયાની નોકરીથી શરૂઆત કરી આજે ઉદ્યોગપતિ બન્યા. આજે જીવનસંગીની કેજલ સાથે કીમ શૈક્ષણિક માતૃ સંસ્થાની મુલાકાત કરી. સ્મૃતિ જળવાઈ રહે માટે માતૃસંસ્થાને દાન અર્પણ કર્યું . હેમલ અને પુત્રવધુ કેજલ વણમાંગ્યું દાન રૂબરૂ અર્પણ કરી ગયા. - ઉત્તમ પરમાર, મેનેજિંગ ટ્રસ્ટી, કીમ એજ્યુકેશન સોસાયટી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો