કાર્યવાહી:નવીપારડી પાસે 31 કિલો ગૌમાંસ સાથે એકની અટક

કીમ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોપેડચાલક ભાગી જતાં પીછો કરી પકડ્યો

કામરેજ તાલુકાના નવીપારડી ગામ પાસેથી 31 કિલો ગૌ માંસ ભરીને વેચવા જતા એકને કામરેજ પોલિસે ઝડપી પાડ્યો હતો. કામરેજ પોલીસને નવીપારડી પાસેથી એક મેસ્ટ્રો ગાડી ઉપર એક ઈસમ ગૌ માંસ લઈને પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. બાતમી મળતા વોચ ગોઠવી હતી. ત્યારે મેસ્ટ્રો ગાડી નં (GJ16 -BJ -4231) ગાડી આવતા ભૂરા પ્લાસ્ટિકના કોથળામાં કઈક લઈને આવતો ઈસમ જોતા પોલીસે હાથ કરી બોલાવ્યો હતો. જોકે પોલીસને જોતા ઉપરોક્ત ઈસમ ગાડી લઈ લીમોદરા રોડ પર ભાગી જતા તેનો પીછો કરી હંસરાજ ફાર્મ હાઉસ, ત્રણ રસ્તા નજીકથી ઝડપી પાડ્યો હતો.

પ્લાસ્ટિકનો કોથળો ચેક કરતા એમાંથી 31 કિલો ગૌમાંસ મળ્યું હતું. પોલીસે 4650ની કિંમતનું 31 કિલો ગૌમાંસ ઝડપી નામ પૂછતાં યાકુબ મુસા ભોલાત ( ઉ.વ 67)રહે, ઇદગાહ ફળિયું, હથુંરણ, તા-માંગરોળ હોવાનું જણાવ્યું હતું. અબ્દુલ સમદ ચૌધરી,રહે, ખરોડ, અંકલેશ્વર પાસેથી છૂટક વેચાણ માટે ગૌમાંસ લાવ્યો હોવાનું જણાવ્યું હતું. 19 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી અબ્દુલ સમદ ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...