તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કીમમાં જર્જરિત ઈમારતનો સ્લેબ તૂટ્યો

કીમ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ માળની બિલ્ડિંગની લોબીનો સ્લેબ રાત્રિના તૂટતા દુર્ઘટના ટળી

ઓલપાડ તાલુકાના કીમમાં જર્જરિત ત્રણ માળની બિલ્ડીંગની લોબી સાથેનો સ્લેબ તૂટવાની ઘટના બની હતી.જોકે સદનસીબે રાત્રિ દરમિયાન ઘટના બની હોઈ કોઈ બહાર ન હોવાને કારણે મોટી જાનહાની ટળી જતા હાશકારો અનુભવાયો હતો. ઓલપાડના કીમ ગામે આમ તો ઘણી જૂની જર્જરીત ઇમારતો આવેલી છે. અનેક વખત ગ્રામ પંચાયતના દ્વારા જોખમી ઇમારતો દૂર કરવા અંગે નોટિસ પાઠવવામાં આવી રહી છે. પરંતુ કેટલાક મકાન માલિકો રૂપિયાનો લાલચે ભાડુઆતોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. જર્જરિત ઇમારતોનું રીપેરીંગ કામ કરવામાં નથી આવી રહ્યું. કીમ નગરની ગુજરાત નગરમાં આવેલ ત્રીમૂર્તિ કૉમ્પ્લેસ વર્ષોથી જર્જરિત હાલતમાં છે.

આ કૉમ્પ્લેક્ષના મોટા ભાગના મકાનો અલગ અલગ મકાન માલિકો કબ્જેદાર ધરાવે છે. જ્યાં ગુરુવારની મોડી રાત્રે લગભગ ૯ કલાક ની આસપાસ ઘટના બની હતી. જર્જરિત કૉમ્પ્લેસના પેહલા માળનો લોબી સહિતના સ્લેબનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો.ધડાકાભેર તૂટેલ સ્લેબથી સ્થાનિકો ચુકી ઉઠ્યા હતા. સ્થાનિકોઓએ પ્રથમ તો સ્લેબ નીચે કોઈ દટાયું નથી તે અંગે તપાસ હાથધરી હતી. જોકે સદનસીબે રાત્રીનો સમય હોઈ લોકો ઘરમાં હોવાથી કોઈ જાનહાની ન થઈ હોય લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉપરોક્ત એપાર્ટમેન્ટ માં આશરે 25 થી 30 જેટલા લોકો રહે છે.જોકે આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા કીમ ગ્રામપંચાયત ને જાણ કરવામાં આવી હતી તેમ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...