તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા શક્તિને નમન:જેમણે ટ્રેકટર શીખવ્યું એ પતિના અવસાન બાદ આજે 50 વીંઘા જમીન જાતે જ ખેડે છે

કીમ6 મહિનો પહેલાલેખક: દત્તરાજસિંહ ઠાકોર
  • કૉપી લિંક
સંજોગો ભલે વિકટ હોય પણ હિંમત ન હારવી જોઇએ - Divya Bhaskar
સંજોગો ભલે વિકટ હોય પણ હિંમત ન હારવી જોઇએ
  • વિશ્વ મહિલા દિવસ પર વાત પરદાની પાછળ રહીને રંગમંચ સંભાળતી નારાયણીની
  • કેન્સરમાં પતિના મૃત્યુ બાદ ઉમરાછીના લલીતાબહેન પરિવારનો આધાર બન્યા

​​​​​ઉમરાછી ગામમાં રહેતા લલિતાબેન અને તેમના પતિ સતીષભાઈ પટેલ અન્યની 50 વીંઘા જમીનમાં ટ્રેકટર ચલાવી ખેડ અને મજૂરી કરતા હતા. લગ્નજીવનમાં બે દીકરી અને એક દીકરો થયા.ત્યારબાદ સતીષભાઈને દાઢનું કેન્સર થતા તેઓનું મૃત્યુ થયું અને જાણે લલિતાબેન પર આભ તૂટી પડ્યું હોય તેમ નાના નાના ત્રણ બાળકો સાથે લલિતાબેન વિધવા બની નિસહાય બન્યા હતા.પરંતુ પતિ જ્યારે રમત રમતમાં ટ્રેકટર ચલાવતા શીખવ્યું હતું. જેથી તેમણે ખેતરમાલિકને કહી દીધું તમે ચિંતા ન કરતા તમારી બધીજ જમીન હું જાતે ખેડીશ કહી 50 વીંઘા જમીનની જવાબદારી સ્વિકારી લીધી.

અથાગ મહેનત કરી પગભર થયા ને લલિતાબેને બે દીકરીઓને આનંદથી પરણાવી અને એક દીકરો અશોક જે મોટો થઈ માતા લલિતાબેન પાસેથીજ ટ્રેકટર શીખ્યો અને આજે માતાને મદદરૂપ થઇ રહ્યો છે.ત્યારે સ્ત્રી શક્તિ ધારે તો શું કરી શકે એનું પ્રત્યક્ષ ઉદાહરણ એટલે લલિતાબેન પટેલ.તળપદા કોળી સમાજમાંથી આવતા લલિતાબેન આજે અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે ત્યારે એમના સંઘર્ષ અને હિંમતપૂર્વકના જીવનને દિવ્યભાસ્કર આજના વિશ્વ મહિલા દિવસે સત-સત નમન કરે છે.

પતિ ખેતરમાં ટ્રેકટર હંકારી મજૂરી કામ કરતા.10 વર્ષ પહેલાં કેન્સરથી તેમનું મૃત્યુ થયું. ત્યારથી ત્રણ છોકરાઓ સાથે નિરાધાર બની પણ પતિએજ મને ટ્રેકટર શીખવેલું અને એ ટ્રેકટર શીખી ખેતરમાલિકની 50 વીંઘા જમીન જાતે ખેડવાનો નિર્ણય કર્યો.પશુપાલન પણ કરું છું.ત્રણ બાળકોને મોટા કર્યા.બે દીકરીઓ પરણાવી.દીકરો આજે મને કામમાં મદદ કરે છે. મહિલાઓ કોઈપણ પરિસ્થિતિમાં હિંમત ન હારે અને મજબૂત મનથી આગળ વધે એવી આજના દિવસે કહું છું. - લલિતાબેન પટેલ

અન્ય સમાચારો પણ છે...