હાલાકી:ઓવરબ્રિજની કામગીરીને લઇ આજથી સવા મહિના સુધી કીમ રેલવે ફાટક બંધ

કીમ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
કીમ ફાટક બંધ રહેવા મુદ્દે મુકાયેલી નોટિસ. - Divya Bhaskar
કીમ ફાટક બંધ રહેવા મુદ્દે મુકાયેલી નોટિસ.
  • લાંબો સમય ફાટક બંધ રહેતા નોકરિયાતો,ધંધાદારી, વિદ્યાર્થીઓને હાલાકી પડશે

કીમ રેલવે ઓવરબ્રિજની અગત્યની કામગીરી કરવાની હોય જેથી કીમ રેલવે ફાટક બંધ રાખવાની ફરજ પડી છે.આજે તારીખ 23/11/2021 થી આવતા મહિનાની તારીખ 31/12/2021 સુધી એક મહિનાથી વધુ સમય સુધી તંત્ર દ્વારા રેલવે ફાટક 158 બી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ અંગે મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના કીમ રેલવે સ્ટેશને આવેલ રેલવે ફાટક 158 બી ઉપર હાલ છેલ્લા ચાર વર્ષથી રેલવે ઓવરબ્રિજ નિર્માણ પામી રહ્યો છે.કાચબા ગતિએ સદર ઓવરબ્રિજનું કામ ચાલતા સ્થાનિકો અકળાઈ ઉઠ્યા છે.ત્યારે તંત્ર દ્વારા ઉપરોક્ત બ્રિજના જરૂરી કામ અર્થે ફાટકની બન્ને તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડતા સદર રેલવે ફાટક 158 બી એક મહિનાથી વધુ સમય બંધ રાખવાની જાહેરાત કરી છે.જેથી નેશનલ હાઇવે 48 થી અંબોલી થઈને કઠોર-વેલાંજા-સાયણ- સાંધીએર- ઓલપાડ-માસમાં-સરોલી-સુરત બન્ને તરફ તેમજ અંકલેશ્વર થી આજુબાજુથી આવતા વાહનો નેશનલ હાઇવે 48 થી કોસંબા ચોકડીથી કોસંબા-ખરચ-પાંજરોલી-ઓભા- સાહોલ-કદરામાં-ઓલપાડ-સારોલી થઈ સુરત બન્ને તરફ જઈ શકશે તેમ જણાવવામાં આવ્યું છે.એક મહિનાથી વધુ સમય ફાટક બંધ રહેતા રોજિંદા અવર જવર કરતા હજારો નોકરિયાતો, ધંધાદારીઓ,ભારે મુશ્કેલી વેઠવી પડશે જ્યારે દિવાળી વેકેશન બાદ શાળાઓ શરૂ થતાં વિસ્તારની શાળાઓમાં સ્કૂલ વાન અને સ્કૂલ બસમાં આવતા અનેક બાળકો પણ આગામી એક મહિનો ભારે હાલાકી વેઠવાનો વારો આવશે તેમ જાણવા મળે છે.ત્યારે આજે સવારે 7 વાગ્યાથી આવતી ડિસેમ્બર ની 31 તારીખ સુધી ફાટક બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...